Thursday, September 23, 2021
Home'ભુજઃ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા' ફિલ્મમાં અજય દેવગણ વિંગ કમાન્ડર વિજય કર્ણિકની...
Array

‘ભુજઃ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’ ફિલ્મમાં અજય દેવગણ વિંગ કમાન્ડર વિજય કર્ણિકની ભૂમિકા ભજવશે

બોલિવૂડ ડેસ્ક: અજય દેવગણ ‘ભુજઃ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’ ફિલ્મમાં ઇન્ડિયન એરફોર્સ વિંગ કમાન્ડર વિજય કર્ણિકની ભૂમિકા ભજવશે. આ ફિલ્મના ડિરેક્ટર અને રાઇટર અભિષેક દુધૈયા છે. ફિલ્મ 1971ના ઈન્ડો-પાક યુદ્ધની સત્ય ઘટના પર આધારિત છે અને ફિલ્મમાં વિંગ કમાન્ડર વિજય કર્ણિકની બહાદુરીની દાસ્તાન બતાવવામાં આવશે. બોલિવૂડ ઇન્ડસ્ટ્રી ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક’ને મળેલી સફળતા બાદ હવે વધુ વોર ડ્રામા બનાવવા તરફ વળી છે. આ ફિલ્મને ‘ટી-સિરીઝ’ના ભૂષણ કુમાર પ્રોડ્યૂસ કરી રહ્યા છે.

ભૂષણ કુમારે જણાવ્યું કે, અમે ઇચ્છીએ છીએ કે, હાલની અને આવતી જનરેશન આ બહાદુર સોલ્જર વિશે જાણે. સ્ક્વોડ્રન લીડર વિજય કર્ણિકે 1971ના યુદ્ધમાં ભારતની જીતમાં ઘણો મોટો ફાળો આપ્યો હતો. વિજય કર્ણિકના રોલ માટે અજય દેવગણથી વધુ સારું કોણ હોઈ શકે? અમે અત્યારે તેની સાથે ‘દે દે પ્યાર દે’ અને ‘તાનાજી’માં કામ કરી રહ્યા છીએ. અમને ખુશી છે કે આ ફિલ્મમાં પણ તે અમારી સાથે છે.

સ્ક્વોડ્રન લીડર વિજય કર્ણિક 1971ના ઈન્ડો-પાક યુદ્ધ સમયે ગુજરાતના ભુજ એરપોર્ટના ઇન્ચાર્જ હતા. એ સમયે પાકિસ્તાન સતત બોમ્બાર્ડિંગ કરી રહ્યું હતું, તેમ છતાં તેમણે ભુજ એરપોર્ટને યુદ્ધ દરમિયાન કાર્યરત રાખ્યું હતું. તેમણે અને તેની ટીમે યુદ્ધમાં સ્થાનિક મહિલાઓ સાથે મળીને ભુજ એરપોર્ટ પર નાશ થયેલા પ્લેનના લેન્ડિંગ રોડ (એરસ્ટ્રિપ)ને ફરીથી બનાવ્યો હતો. વિજય કર્ણિકની બહાદુરી અને સમયસૂચકતાથી તેમના સહિત 50 એર ફોર્સ અને 60 ડિફેન્સ સિક્યુરિટી ઓફિસર્સનો આબાદ બચાવ થયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments