ભુજ : બીમારીથી કંટાળેલા વૃદ્ધે દવા લીધી ને ટ્રેન નીચે પડતું મુક્યું

0
44

ભુજઃ ભુજના જેષ્ટાનગરમાં રહેતા અને લાંબા સમયથી બીમારીથી પીડાતા વૃધ્ધે આગલા દિવસે ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં દવા પણ લીધી અને આઠ કલાક બાદ ભુજ રેલ્વે સ્ટેશનમાં રાત્રે ટ્રેઇન નીચે પડતું મુકી ફાની દુનિયાને અલવીદા આપી દીધી હતી.

બનાવ સંદર્ભે પ્રાપ્ત વિગતો મુજબ આત્મહત્યા કરી લેવાનો બનાવ રવિવારે રાત્રીના સવા આઠ વાગ્યાના અરસામાં બન્યો હતો. ભુજના જેસ્ટાનગરમાં રહેતા શામજી લાલજીભાઇ ભાનુશાલી (ઉ.વ.64)ને લાબાં સમયથી શારિરીક બીમારી હોઇ તેઓ બીમારીથી ત્રસ્ત થઇ ગયા હતા અને ગાંધીધામની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવા ગયા હતા અને દવા લઇ આવ્યા બાદ રવિવારે સાંજે પોતાના ઘરેથી નીકળીને રિક્ષા દ્રારા ભુજ રેલ્વે સ્ટેશને પહોંચ્યા હતા જ્યાં કચ્છ એક્સપ્રેસ ટ્રેઇન ઉપડે તે પૂર્વે પાટા પર લંબાવીને આત્મહત્યા કરી લીધી હતી. હતભાગી વૃધ્ધનું ટ્રેઇન નીચે કપાઇ જવાથી સ્થળ પર જ મોત નીપજ્યું હતું.

વૃધ્ધના મૃતદેહને પોલીસે મોડી રાત્રે પીએમ માટે હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. હતભાગી વૃધ્ધના પત્નિ શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે અને સંતાનમાં બે પુત્રો છે જે વેલસેટ છે. પારીવારીક કોઇ જ કારણ ન હોવાનું અને શામજીભાઇને લાંબા સમયથી શારિરીક બીમારી હોઇ તેઅો બીમારીથી કંટાળી ગયા હોવાને કારણે આત્મઘાતી પગલું ભરી લીધું હોવાનું પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here