ભૂલથી પણ ના જણાવશો કોઇને તમારી માતાનું નામ, બેંક અકાઉન્ટ થઇ શકે છે ખાલી

0
56

કેટલાક લોકો પોતાના માતા પિતાનું નામ ગર્વથી લોકોને જણાવે છે પરંતુ તમને જાણીને હેરાની થશે કે મા નું નામ જણાવવા પર તમને આટલું ભારે પડી શકે છે કે તમારું બેંક અકાઉન્ટ ખાલી થઇ શકે છે. એની પુષ્ટિ ખુદ ભારતીય સ્ટેટ બેંકે કરી છે. આરબીઆઇએ એના માટે 17 કરોડ ગ્રાહકો માટે ચેતવણી જારી કરી છે.

આરબીઆઇએ ચેતવણી જારી કરતા કહ્યું છે કે ગ્રાહકે કોઇ પણ સંજોગે કોઇને પણ પોતાની મા નું નામ જણાવવું જોઇએ નહીં, કારણ કે એના દ્વારા ઠગ તમારા બેંક સુધી પહોંચી શકે છે અને તમારું ખાતું ખાલી થઇ શકે છે.

વાસ્તવમાં બેંકનું કહેવું છે કે જ્યારે પણ કોઇ ગ્રાહક પોતાના ડેબિટ કાર્ડ અથવા ઇન્ટરનેટ બેંકિંગનો પાસવર્ડ રીસેટ કરે છે તો સિક્યોરિટી વાળા પ્રશ્નમાં ના નું નામ અથવા ઘરનું નામ માંગે છે. એવામાં મા નું નામ કોઇની પમ સાથે શેર કરવું જોખમમાં મૂકી શકે છે. કારણ કે સિક્યોરિટી પ્રશ્ન દ્વારા હેકર તમારા ખાતા સુધી પહોંચી શકે છે.

ઇન્ટરનેટ બેંકિંહ અથવા જ્યાં પણ પાસવર્ડની જરૂર હોય, ત્યાં મોટાભાગના લોકો પાસવર્ડ રાખે છે કારણ કે યાદ કરવામાં સરળતા રહે. પરંતુ ઘણી વખત આવું કરવું આપણા માટે મુશ્કેલ થઇ જાય છે. કારણ કે સરળ પાસવર્ડને સરળતાથી ટ્રેક કરીને તોડી શકાય છે.

એવામાં તમારા માટે સારું છે કે સમયાંતરે પોતાની બેંકના કાર્ડ અને ઇન્ટરનેટ બેંકિંગ પાસવર્ડ બદલતા રહો. જેથી કોઇ હેકર તમને સરળતાથી ટ્રેક કરી શકે નહીં. સાથે જ કોઇની પણ સાથે તમારી મા નું નામ અથવા પેટ નામ અથવા ઓટીપી શેર કરશો નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here