ભૂલથી પાકિસ્તાનમાં જતા રહેલા જવાનને ત્રણ મહિને છોડ્યો હતો

0
17

સુરતઃ સપ્ટેમ્બર 2016માં ભારત દ્વારા પાકિસ્તાનમાં પહેલી સર્જિકલ સ્ટ્રાઈક કર્યાના થોડા કલાકો બાદ આર્મીનો એક જવાન ભૂલથી પાકિસ્તાનની સરહદમાં જતો રહ્યો હતો. જેને 3 મહિના અને 21 દિવસે છોડવામાં આવ્યો હતો. હાલ આ જવાન મહારાષ્ટ્રમાં મિલિટ્રી કેમ્પમાં ફરજ પર છે. અત્રે ઉલ્લેખનિય છે કે, પુલવામાં હુમલા બાદ ભારતીય એરફોર્સ દ્વારા કરવા માં આવેલી એર સ્ટ્રાઈક બાદ તંગદિલીનો માહોલ છે. અને ગત રોજ પાકિસ્તાને ભારતીય સૈન્યના ઠેકાણા પર હુમલો કરવા નો પ્રયાસ કર્યો હતો. જેમાં પાકિસ્તાના એક યુદ્ધ વિમાનને તોડી પાડ્યું હતું. આકાશમાં થયેલી આ લડાઈ માં પાકિસ્તાને ભારતના એક મિગ-21 વિમાનને એલઓસીમાં પાડી દીધું હતું. ત્યારબાદ પાકિસ્તાને ભારતીય વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનને પકડી દીધો છે. જેથી ભારત સરકાર અભિનંદનને પરત લાવવા માટે પ્રયાસો કરી રહી છે.

નાપાક હરકત છુપાવવા પ્રયાસ કર્યો હતો
28 સપ્ટેમ્બર 2016ના દિવસે ભારતીય સેના દ્વારા સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી. આ સમયે મહારાષ્ટ્રના ધૂલિયા નો નિવાસી ચંદુ બાબુ ચૌહાણનું પોસ્ટીંગ રાષ્ટ્રીય રાઈફલમાં જમ્મુ-કાશ્મીરની પુંછ બોર્ડર પર હતું. જ્યાં ભૂલથી તે નિયંત્રણ રેખાની ખૂબ જ નજીક પહોંચી ગયો હતો. જેથી પાકિસ્તાનના સૈનિકો દ્વારા તેને પકડી લેવામાં આવ્યો હતો. જ્યાં તેના પર અનેક પ્રકારે અત્યાચાર કરવામાં આવ્યો હતો. અને પાકિસ્તાને ચંદુના નામે અનેક જુઠ્ઠાણા ચલાવ્યા હતા. પાકિસ્તાને પોતાની નાપાક હરકત છુપાવવા માટે ચંદુને દેશમાંથી ભાગ્યો હોવાનું પણ ચરિત્ર નિરૂપણ કર્યું હતું. આ સમગ્ર હકીકત પરિવારને મળતાં પરિવાર પણ ગભરાઈ ગયું હતું. ત્યારબાદ રાત્રિના સમયે ન્યૂઝ ચેનલ ઉપર ચંદુ ચૌહાણ ભૂલથી પાકિસ્તાનની સીમમાં પ્રવેશી ગયો હોવાના સમાચાર ચાલતા હતાં અને ચંદુના નાની લીલાબાઈ પાટીલે આ સમાચાર જોતા તેમને ધ્રાસ્કો લાગ્યો હતો અને હૃદયરોગના હુમલાથી તેમનું મોત થયું હતું.
પાકિસ્તાન સાથે 20થી વધુ વાર વાત કરી
ભારતીય સૈન્યએ પીઓકેમાં સર્જીકલ સ્ટ્રાઈક સર્જ્યા બાદ બંને દેશ વચ્ચે વિવાદ ચાલતો હતો. આવા સમયે ભારતનો એક સૈનિક પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં પહોંચી જતાં વાતાવરણ તંગ બન્યું હતું. કેન્દ્રના ગૃહ મંત્રાલય તરફથી આ અંગે પાકિસ્તાને જાણ કરવામાં આવી હતી. જોકે, કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી ન હતી. જેથી ભારતે પાકિસ્તાન સાથે આ અંગે 20થી વધુ વાર વાત કરી હતી. ભારત સરકાર, ડીજીએમઓ અને વિદેશ મંત્રાલય પાકિસ્તાનના સંપર્કમાં હતી. જેના બાદ જાન્યુઆરી 2017માં જવાન ચંદુને પાકિસ્તાને ભારતને સોંપ્યો હતો.
3 મહિના અને 21 દિવસે છુટ્યો
પાકિસ્તાનથી પરત ફરેલા ચુંદુએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનમાં 3 મહિના અને 21 દિવસ સુધી રહ્યો હતો. અનેક પ્રકારના અત્યાચાર ગુજારવામાં આવ્યા હતા. અને મનોબળ તોડવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. વાધા બોર્ડરથી ભારત પર ફર્યા બાદ ડોક્ટરોની ટીમે મેડિકલ તપાસ કરી હતી.
89 દિવસની સજા ફટકારી હતી
આર્મી જવાન ચંદુ પાકિસ્તાનથી પરત ફર્યા બાદ તેના પર સિનીયર્સને જાણ કર્યા વગર હથીયાર સાથે કેમ્પ છોડવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. અને તપાસ કરવામાં આવી હતી. જેમાં ઓક્ટોબર 2017માં કોર્ટે તેને 89 દિવસની સજા ફટકારવામાં આવી હતી. આ અંગે ચંદુએ જણાવ્યું હતું કે, કેટલાક લોકો અલગ અલગ જાતના સવાલો ઉઠાવે છે કે, પાકિસ્તાન કેમ ગયો હતો? આવું કરવાનું તેને કોણે કહ્યું હતું? આવું કરવા પાછળનું તેનો પ્લાન શું હતો? જોકે, મારું મનોબળ તૂટ્યું નથી. અને સેનામાં સેવા આપી રહ્યો છું.
હાલ ફરજ પર હાજર
જવાન ચંદુ ચૌહાણના પરિવારજનોનો સંપર્ક કરતા જાણવા મળ્યું હતું કે, હાલ ચંદુ મહારાષ્ટ્રના અહમદ નગરમાં મિલીટ્રી કેમ્પમાં ફરજ પર છે. તેનો ભાઈ ભુષણ પણ આર્મીમાં હોવાથી તે પણ ફરજ પર છે. જ્યારે એક બહેન છે તે વતનમાં રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here