ભોજપુરી અભિનેત્રી રાની ચેટર્જીએ Republic Day પર કરી ઉજવણી, VIDEO વાયરલ

0
65

ભોજપૂરી સિનેમાની જાણીતી અભિનેત્રી રાની ચેટર્જી સોશિયલ મીડિયામાં હંમેશા એક્ટિવ રહે છે. દરરોજ કોઈક તસ્વીર અને વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરતી રહે છે. પ્રજાસત્તાક પર્વ પર રાની ચેટર્જીએ એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેમણે તિરંગાના રંગમાં ટ્રેડિશનલ ડ્રેસ પહેર્યો છે અને હાથમાં ભારતનો તિરંગો લહેરાવ્યો છે. તેઓ વંદે માતરમ ગીત પર ઉજવણી કરી રહી હોય તેવુ જોવા મળી રહ્યું છે. સૌથી રસપ્રદ વાત એ છે કે આ દરમ્યાન રાની ચેટર્જીની સાથે બે બાળકો પણ હાજર રહ્યાં હતાં.

મહત્વનું છે કે, ક્વીન ઑફ ભોજપુરી ફિલ્મોમાં રાની ચેટર્જીનો જવાબ નથી, પછી તે ફિલ્મ હોય કે મ્યૂઝિક આલ્બમ, દરેક જગ્યાએ રાનીનો સિક્કો ચાલે છે. યૂ-ટ્યુબ બાદ હવે ડીજીટલ મીડિયાનુ નવુ સંશોધન ટિકટૉક પર પણ છવાઈ ગઇ છે. ખરેખર, રાની રેગ્યુલર ટિક ટૉક પર કોઈ વીડિયો પોસ્ટ કરતી રહે છે, જેને લાખો વખત જોવામાં આવે છે. આમ તો આજકાલ ભોજપુરી ઈન્ડસ્ટ્રીની તમામ કલાકાર ટિક ટૉક વીડિયોને પોસ્ટ કરી રહ્યાં છે. પરંતુ આટલા ઓછા સમયમાં આટલા બધા વ્યૂજ ફક્ત રાનીના વીડિયોને જ મળ્યા છે.

https://www.instagram.com/p/BtFsIySnXSc/?utm_source=ig_embed

રાની તેનાથી ખૂબ ખુશ છે અને કહે છે કે “ભોજપુરીની જનતાએ મને ખૂબ પ્રેમ અને આશા આપી છે. જેનાથી હું એનર્જી લઉં છું અને તેના મનોરંજન માટે દિલથી કામ કરુ છું. જે લોકોએ મારા ટિક ટૉક વીડિયોને પ્રેમ આપ્યો છે, તેના માટે હું હૃદયથી આભારી છું. સાથે જ કહેવા ઈચ્છુ છુ કે મારો આ વીડિયો નવા વર્ષની શુભેચ્છાઓની સાથે મારા પ્રશંસકો માટે એક મોટી ભેટ હતી, જેનો ચાહકોએ સહર્ષ સ્વીકાર કર્યો છે.”

ઉલ્લેખનીય છે કે આ અગાઉ રાની ચેટર્જીએ 2018માં પોતાના યૂ-ટ્યુબ ચેનલથી અમૂક મ્યૂઝીક લૉન્ચ કર્યા હતાં, જેને લોકોએ ખૂબ વખાણ્યા હતાં. ટૂંક સમયમાં રાનીનું નવુ યૂ-ટ્યુબ સૉન્ગ રીલીઝ થવાનુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here