Tuesday, October 26, 2021
Homeમંત્રી ભુપેન્દ્રસિંહની જીતને પડકારવાનો મામલો, હાઈકોર્ટે તપાસ માટે નિર્દેશ જાહેર કર્યો
Array

મંત્રી ભુપેન્દ્રસિંહની જીતને પડકારવાનો મામલો, હાઈકોર્ટે તપાસ માટે નિર્દેશ જાહેર કર્યો

અમદાવાદઃ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની વિધાનસભાની ચૂંટણીની જીતને પડાકારતી અરજીને લઈ ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. આ મામલે હાઈકોર્ટે તપાસ માટે નિર્દેશ જાહેર કર્યો છે. જેને પગલે ભુપેન્દ્રસિંહે ચૂંટણીમાં ગેરરીતિ આચરી છે કે કેમ તે અંગે હવે તપાસ થશે. જો ગેરરીતિ થઈ હોય તો જીત રદ્દ કરવી કે કેમ એ પણ મહત્વનો મુદ્દો ફ્રેમ કર્યો છે. આ તમામ મુદ્દાઓ અરજદાર અશ્વિન રાઠોડે સાબિત કરવા પડશે. જો આ બંને મુદ્દાઓ પુરવાર થાય તો ભુપેન્દ્રસિંહનું ધારાસભ્ય પદ જઈ શકે છે.

2017ની વિધાનસભા ચૂંટણીમાં ભુપેન્દ્રસિંહની 327 મતે જીત થઈ હતી. ત્યાર બાદ તેની આ જીતને કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે હાઈકોર્ટમાં પડકારી હતી. આ અરજી મુજબ, આ ચૂંટણીમાં પોસ્ટલ બેલેટના 427 મત રદ કર્યા હતા જો ચૂંટણી અધિકારીએ તે રદ ન કર્યા હોત ભુપેન્દ્રસિંહ જીતી શક્યા ન હોત. ત્યાર બાદ ભુપેન્દ્રસિંહે આ અરજી રદ કરવા માટે હાઈકોર્ટમાં પિટીશન કરી હતી. જેને હાઈકોર્ટે ફગાવી દીધી હતી અને ત્યાર બાદ સુપ્રીમ કોર્ટે પણ આ અરજી નામંજૂર કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments