મંત્રી વસાવાએ મંદિર માટે 9 કરોડ સરકારી ખજાનામાંથી ફાળવ્યા, HCની સરકારને નોટિસ

0
36

અમદાવાદઃ પ્રવાસનમંત્રી ગણપત વસાવાએ પોતાના ગામમાં રામજી મંદિર અને ભાથીજી મહારાજ મંદિર બાંધવા માટે વિભાગમાંથી 8.80 કરોડની ગ્રાન્ટ ફાળવી દીધી હોવાનો મામલો હાઇકોર્ટ પહોંચ્યો છે. મંત્રીએ તમામ નિયમો નેવે મૂકી ગ્રામસભાની મંજૂરી પણ લીધા સિવાય બારોબાર મોટી રકમની ગ્રાન્ટ ફાળવી દેતા તે રદ કરવા માટે હાઇકોર્ટમાં દાદ માગી છે. ચીફ જસ્ટિસ અનંત દવે અને જસ્ટિસ બિરેન વૈષ્ણવની ખંડપીઠે રાજ્ય સરકાર સહિત અન્યોને નોટિસ પાઠવી કેસની વધુ સુનાવણી આગામી 20મી ફેબ્રુઆરી પર મુલતવી રાખી છે.

ભાથીજી મહારાજના મંદિર માટે સરકારી ફંડ ફાળવ્યું

ગુજરાત આદિવાસી હિતરક્ષક સમિતિએ પૂર્વ આઇએએસ એડવોકેટ જગતભાઇ વસાવા મારફતે કરેલી રિટમાં એવી રજૂઆત કરી હતી કે, ટૂરિઝમ મંત્રી ગણપત વસાવાએ તેમના ગામ વાડી ખાતે બે મંદિર બનાવવા ટૂરિઝમ વિભાગના 8,80,89,711ની રકમ નિરાંત રામજી મંદિર અને ભાથીજી મહારાજ મંદિર બાંધવા માટે ફાળવી દીધા છે. પોતાની સત્તાનો દુરુપયોગ કરી પ્રવાસન મંત્રી આટલી મોટી રકમ મંદિર બાંધવા માટે ફાળવી દીધી છે. જે ગેરકાયદે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here