Wednesday, September 28, 2022
Homeમંદિરના ભૂમિપૂજનથી લઈને નવી સિવિલના ઉદઘાટન સુધી સાડા 6 કલાક PM મોદી...
Array

મંદિરના ભૂમિપૂજનથી લઈને નવી સિવિલના ઉદઘાટન સુધી સાડા 6 કલાક PM મોદી આજે અમદાવાદમાં

- Advertisement -

અમદાવાદ: વડાપ્રધાન આજે બપોરથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. તેઓ બપોરે અઢી વાગ્યે અમદાવાદ આવી પહોંચશે. ત્યારબાદ તેઓ સાડા છ કલાક સુધી વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. લોકસભાની ચૂંટણીની મોદીના ગુજરાત પ્રવાસના કાર્યક્રમો બાદ જાહેરાતની સંભાવના છે. મંદિરના ભૂમિપૂજનથી લઈને સિવિલ હોસ્પિટલના ઉદઘાટનમાં તેઓ હાજર રહેશે.

મોદીનો આજનો ગુજરાતનો પ્રવાસ:

  • સવારે 11 વાગ્યે જામનગર એરપોર્ટ પર આગમન
  • 11-30થી 1 વાગ્યા સુધી જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડખાતે ડિસેલિનેશન પ્લાન્ટનું ખાતમૂહુર્ત, સૌની યોજના અંતર્ગત રણજીતસાગર ડેમમાં નર્મદાના નીરના વધામણાં, ગુરૂ ગોવિંદસિંહ હોસ્પિટલનું ઉદઘાટન, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાનોનું લોકાર્પણ
  • બપોરે 2-30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આગમન
  • 3 વાગ્યે હેલિકોપ્ટરમાં ઉમિયાધામના ભૂમિપૂજન માટે જાસપુર રવાના થશે
  • 3થી 4 વાગ્યે દરમિયાન ઉમિયાધામના ભૂમિપૂજનમાં હાજરી આપશે
  • 4-20 કલાકે હેલિકોપ્ટરમાં વસ્ત્રાલ સ્થિત RAF હેલિપેડ ઉતરશે
  • 4-30 વાગ્યે વસ્ત્રાલથી એપરલ પાર્ક વચ્ચે અમદાવાદ મેટ્રોના પહેલા તબક્કાનું ઉદઘાટન કરીને મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરશે
  • 5-30 અસારવા સ્થિત સિવિલ હોસ્પિટલમાં બનેલી 1200 બેડની નવી હોસ્પિટલનું ઉદઘાટન કરશે
  • રાત્રે 8-30 કલાકે ગાંધીનગર ખાતે રાજભવનમાં રાત્રિરોકાણ કરશે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular