મંદીનો માર : કોરોના મહામારીના કારણે મહામંદી પછી સૌથી ખરાબ સમયગાળામાં પહોંચશે વૈશ્વિક અર્થવ્યવસ્થા : IMF

0
4
  • કોરોનાવાઈરસની મહામારી ગ્લોબલ ઈકોનોમી માટે ઘાતક
  • એવી મંદી આવશે જે છેલ્લા નવ દશકમાં આવી નથી
  • આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષના એમડીએ ચેતવણી આપી 

નવી દિલ્હી. વિશ્વભરની અર્થવ્યવસ્થાઓ 1930ના દશકની મહામંદી બાદ સૌથી ખરાબ સમય જોશે. આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષે(IMF) આ ચેતવણી આપી છે. કોરોનાવાઈરસની મહામારીને જોતા વિવિધ દેશો દ્વારા આપવામાં આવેલા લોકડાઉનથી IMFનું માનવુ છે કે વર્ષ 2020 વૈશ્વિક અર્થવ્યવસ્થાઓ માટે ખૂબ જ ખરાબ રહેશે.

કોરોનાવાઈરસની મહામારીને જોતા દેશો દ્વારા આપવામાં આવેલા લોકડાઉનથી વિશ્વભરની અર્થવ્યવસ્થા 1930ના દશકના ધ ગ્રેટ ડિપ્રેશન(મહામંદી) પછીનો આ સૌથી ખરાબ સમય જોશે. IMF એ ચેતવણી આપી છે.

170 દેશોમાં ઘટશે પ્રતિ વ્યક્તિ આવક

IMFના મેનેજમેન્ટ ડાયરેક્ટર ક્રિસ્ટલીના જોર્જિવાએ ગુરુવારે કહ્યું કે 2020માં વિશ્વના 170થી વધુ દેશોમાં પ્રતિ વ્યક્તિ આવક ઘટશે. અગાઉ 1930ના દશકમાં વિશ્વમાં મહામંદી આવી હતી. કોરોનાવાઈરસના કારણે વિશ્વની અર્થવ્યવસ્થાને નુકસાન થશે. વિશ્વની સરકારોએ લગભગ 8 લાખ કરોડ ડોલરના રાહત પેકેજ આપ્યા છે, જોકે તે વધુ લાગી રહ્યાં નથી.

મહામંદી બાદનો સૌથી મોટો ઘટાડો

જોર્જિવાએ કહ્યું કે વિશ્વ આ સંકટના સમયને લઈને અસાધારણ રૂપથી અનિશ્ચિત છે, જોકે આ પહેલા સ્પષ્ટ થઈ ચૂક્યુ છે કે 2020માં વૈશ્વિક વૃદ્ધિ દરમાં જોરદાર ઘટાડો આવશે. તેમણે કહ્યું કે અમારુ અનુમાન છે કે આપણે 1930ના દશકની મહામંદી બાદ સૌથી મોટો ઘટાડો જોઈશું.

ન્યુઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા મુજબ, જોર્જિવાએ અગામી સપ્તાહમાં થનાર IMF અને વિશ્વ બેન્કની બેઠક પહેલા ‘સંકટ સાથે મુકાબલોઃ વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે પ્રાથમિકતાઓ’ વિષય પરના તેમના સંબોધનમાં કહ્યું કે આજે વિશ્વ એવા સંકટનો સામનો કરી રહ્યું છે, જે અગાઉ ક્યારેય આવ્યું જ નથી. કોવિડ-19એ અાપણી આર્થિક અને સામાજિક સ્થિતિ ખૂબ જ ઝડપથી ખરાબ કરી છે. આવી સ્થિતિ આપણે પહેલા ક્યારેય જોઈ ન હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here