Monday, January 24, 2022
Homeમકરસંક્રાંતે ગુજરાતમાં અકસ્માત-ઈજાની 783 ઘટનાઓ, દોરીથી 99 ઈજાગ્રસ્ત, 121 પટકાયા, 17ના મોત
Array

મકરસંક્રાંતે ગુજરાતમાં અકસ્માત-ઈજાની 783 ઘટનાઓ, દોરીથી 99 ઈજાગ્રસ્ત, 121 પટકાયા, 17ના મોત

અમદાવાદઃ મકરસંક્રાંતનો દિવસ ગુજરાતના લોકો માટે ભારે સાબિત થયો છે. 14 જાન્યુઆરીના રોજ રાજ્યમાં અકસ્માત અને ઈજાના 783 જેટલા બનાવો બન્યા છે. જેને કારણે 17થી વધુ લોકોના મોત થયા છે. રાજ્યભરમાં ધાબા પરથી પડવાના 121, દોરીથી ઇજાના 99, મારા મારીના 94, આગને કારણે દાઝવાના 6, વાહન અકસ્માતના 273 અને વાહન વિના નાની મોટી ઈજાના 190 કેસ બન્યા છે.

મકરસંક્રાંત ભારે સાબિત થઈ

વાહન અકસ્માતમાં 10 જેટલા લોકોના મોત

છોટાઉદેપુરના ઉચાપાણમાં અકસ્માતમાં 4ના મોત
દાહોદમાં બાઈક–છકડાં વચ્ચે અકસ્માતમાં 3ના મોત
જેતપુરમાં કાર ડીવાઈડર પર ચડી જવાને કારણે એક યુવતીનું મોત
વડોદરાના સુંદરપુરા-શાહપુરા ગામ વચ્ચે વીજ પોલ સાથે બાઈક અથડાતા 2ના મોત

દોરી અને પટકાવાને કારણે 7ના મોત

પંચમહાલમાં પતંગ દોરીને કારણે એક બાળકનો જીવ ગયો
આણંદના બોરસદામાં ધાબા પરથી પટકાતાં યુવકનું મોત
મહેસાણાના કસ્બામાં સાયકલ સવાર બાળકનું દોરી વાગવાથી મોત
આણંદના બદલપુરમાં બાઈક ચાલકનું દોરી વાગતા મોત
બનાસકાંઠાના ડીસામાં બાળકી ધાબા પરથી પટકાતા મોત
ભાવનગરના મહુવામાં દોરી વાગતા 5 વર્ષની બાળકીનું મોત
ધોળકાના રામપુરા ગામે દોરી વાગતા યુવકનું મોત

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular