મકરસંક્રાતિએ કેમ ખવાય છે તલના પકવાન અને ખિચડી?

0
47

મકરસંક્રાતિના દિવસે પારંપારિક ખિચડી અને તલના ઉપયોગથી પકવાન બનાવવાની પણ માન્યતા છે. દેશના દરેક ખૂણામાં અલગ-અલગ પ્રકારે ખિચડી અને વ્યંજન બનાવવામાં આવે છે.

મકરસંક્રાતિના દિવસે તલ અને ખિચડીના સેવન પાછળ પૌરાણિક કથાઓ ઉપરાંત વૈજ્ઞાનિક આધાર પર છે. જે માટે સાંભળીને તમે પણ આ દિવસે તલ અને ખિચડીનું સેવન જરૂરથી કરશો.

તલ અને ગોળથી જોડાયેલા વૈજ્ઞાનિક તર્ક
વાસ્તવમાં શિયાળાની સિઝનમાં જ્યારે શરીરને ગરમીની જરૂર હોય છે ત્યારે તલ અને ગોળનું વ્યંજન આ કામ જોરદાર કરે છે. જેનું સેવન કરવાથી શરીરમાં પૂરતા પ્રમાણમાં તેલ પહોંચે છે અને જે આપણા શરીરને ગરમી પૂરી પાડે છે. આ પ્રકારે ગોળની તાસીર પણ ગરમ હોય છે. તલ અને ગોળનું મિશ્રણ આપણા શરીરમાં જરૂરીયાત ગરમી પહોંચાડે છે. આ જ કારણથી મકરસંક્રાતિના તહેવારે તલ અને ગોળ ખાવામાં આવે છે.

તલ ખાવાના ફાયદા 
  • તલ હાઇ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે. કેટલાક રિસર્ચમાં આ વાત સામે આવી છે કે તલમાંથી મળી આવતું તેલ હાઇ બ્લડ પ્રેશરને ઓછું કરે છે અને હૃદય પર વધારે ભાર પડવા દેતા નથી.
  • તલમાં રહેલું મેગ્નેશિયમ ડાયાબિટીસ હોવાની સંભાવનાને પણ દૂર કરે છે.
  • ફાઇબર હોવાને કારણે તલ ખાવા પાચન ક્રિયાને યોગ્ય કરે છે અને કબજિયાતની સમસ્યા પણ દૂર થાય છે.
ખનીજ તત્વોથી હોય છે ભરપૂર
તલ અને ગોળ ગરમ હોય છે, આ ખાવાથી શરૂર ગરમ રહે છે. એટલા માટે ઉત્તરાયણના તહેવારમાં આ ચીજ ખાવામાં આવે છે અને બનાવવામાં આવે છે.
તલમાં કોપર, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, ઝિંક, વિટામીન બી 1 પ્રચુર માત્રામાં હોય છે. 1/4 કપ અથવા 36 ગ્રામ તલના બીજથી 206 કેલેરી ઊર્જા પ્રાપ્ત થાય છે. તલમાં એન્ટીઓક્સીડેન્ટ ગણ પણ મળી આવે છે, જે શરીરને બેક્ટેરિયા મુક્ત રાખે છે.
ખિચડી ખાવાના ફાયદા 
મકરસંક્રાતિ પર ખિચડી ખાવાનું વૈજ્ઞાનિક કારણ એ છે કે આ સમયે ઠંડી ચાલતી હોય છે. શિયાળાની સિઝનમાં રક્ષા માટે અને તરત ઊર્જા મળી રહે એ માટે ખિચડીને બેસ્ટ ડિશ માનવામાં આવે છે. કારણ કે એમાં ચોખા સાથે અડદની દાળ, આદુ અને ઘણા પ્રકારની શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે છે, જેનાથી એની તાસીર ગરમ હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here