મકર સંક્રાંતિના દિવસે કરો આ ખાસ ઉપાયો અને થઇ જશો માલામાલ

0
44

આપણા દેશમાં મકર સંક્રાતિનું ખાસ મહત્વ છે. હિંદુ શાસ્ત્રોમાં પણ મકર સંક્રાતિના પર્વને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મકર સંક્રાંતિને ઠંડીના સિઝનનો અંત પણ ગણવામાં આવે છે. આ દિવસે સુર્ય ધન રાશિમાં છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે. મકર સંક્રાતિ બાદ દિવસ લાંબો રહે છે.

આ વર્ષે મકર સંક્રાંતિ 14 જાન્યુઆરીએ નહીં, 15 તારીખે ઉજવાશે. 14 જાન્યુઆરીએ મોડી રાત્રે સૂર્ય રાશિ બદલશે, જેને લઇને એક દિવસ બાદ એટલે કે 15 જાન્યુઆરીએ મકર સંક્રાંતિ ઉજવાશે. આ દિવસ પર અમૃત સિદ્ધિ, સર્વાર્થ સિદ્ધિ, સિદ્ઘિ અને રવિ યોગ રહેશે. આ ત્રણેય યોગ શુભ માનવામાં આવે છે. આ યોગમાં પૂજા-પાઠ કરવાથી શુભ ફળ મળે છે.

મકર સંક્રાતિ પર દાનનું વિશેષ મહત્વ છે. ત્યારે જો તમે પણ ઇચ્છો છો કે આ વર્ષ તમારુ સારૂ જાય અને ઘરમાં સુખ-શાંત-સમુદ્ઘિ વધે તો આ સિવાય ધનલાભ માટે આ પાંચ કામ કરો.

– મકર સંક્રાતિના દિવસે વહેલા ઉઠો અને સ્નાન કરતા સમયે તમામ પવિત્ર તીર્થો અને નદીઓના નામનો જાપ કરો, આમ કરવાથી ઘર પર તીર્થ સ્નાન કરવાનું પુણ્ય મળે છે.

– વહેલી સવારે ઉઠી સ્નાન કર્યા પછી તાંબાના લોટોમાં લાલ કૂલ અને ચોખા નાખી સૂર્ય દેવને જળ  અર્પણ કરો અને સૂર્ય મંત્ર ઓમ સૂર્યાય નમોનો જાપ 108 વખત કરો.

– સૂર્ય દેવને જળ અર્પણ કર્યા બાદ ઘર પર તુલસી ક્યારો હોય ત્યાં જળ અર્પણ કરી તેનો જાપ કરો અને બાદમાં 7 વખત પરિક્રમા કરો. જો ઘર પર તુલસી ક્યારો ન હોય તો મંદિરે જઇને પણ તમે આ કાર્ય કરી શકો છો.

– મકર સંક્રાંતિ પર કોઇ પણ મંદિરે જઇ ગોળ અને તલનું દાન કરો. ભગવાનને ગોળ-તલ લાડુનો ભોગ ધરાવો અને પ્રસાદને ભક્તોને આપો.

– મકર સંક્રાંતિના પર્વ પર દાનની સાથે પૂજા-પાઠનું પણ એટલું મહત્વ હોય છે. જેથી આ દિવસે શિવમંદિરે જઇ શિવલિંગ પર કાળા તલ ચઢાવી જળ અર્પણ કરો અને ઓમ સાંબ સદા શિવાય નમ: મંત્રનો જાપ કરો.

આ સિવાય કરો આ મંત્રોના જાપ:

– શ્રી ગણેશ ગાયત્રી મંત્ર- ॐ तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात्।

– શ્રી શિવ ગાયત્રી મંત્ર – ॐ महादेवाय विद्महे रुद्रमूर्तये धीमहि तन्नो शिव प्रचोदयात।

– શ્રી વિષ્ણુ ગાયત્રી મંત્ર- ॐ श्री विष्णवे च विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु: प्रचोदयात।

– મહાલક્ષ્મી ગાયત્રી મંત્ર- ॐ महालक्ष्मयै च विद्महे विष्णु पत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात।

– સૂર્ય ગાયત્રી મંત્ર- ॐ भास्कराय विद्महे महातेजाय धीमहि तन्नो सूर्य प्रचोदयात।

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here