મણિપુરનાં જાણીતા ફિલ્મ નિર્માતા અરિબામ શ્યામે પદ્મશ્રી પરત કર્યો

0
66

ઈમ્ફાલઃ ફિલ્મ નિર્દેશક અરિબામ શ્યામ શર્માએ મોદી સરકારનાં નાગરિકતા સંશોધન બિલનાં વિરોધમાં તેમનો પદ્મશ્રી પુરસ્કાર પરત કર્યો છે. કેન્દ્ર સરકારે મણિપુરી સિનેમામાં તેમના યોગદાન અંગે 2006માં આ પુરસ્કાર એનાયત કર્યો હતો

કોંગ્રેસ રાજ્યસભામાં બિલનો વિરોધ કરશે

નાગરિક સંશોધન બિલ 2016, આ વર્ષે 8 જાન્યુઆરીએ લોકસભામાં પાસ થયુ હતુ. માનવામાં આવી રહ્યુ છે કે, મોદી સરકાર આ બિલને બજેટ સત્રમાં જ રાજ્યસભામાં પાસ કરાવવાનો પ્રયાસ કરશે. જો કે, પૂર્વોત્તરમાં બિલનો વિરોધ ચાલુ છે. કોંગ્રેસ નેતા હરીશ રાવતે રવિવારે કહ્યું કે અમે રાજ્યસભામાં આ બિલનો વિરોધ કરીશુ.

ત્રણ દેશોનાં બિન-મુસ્લીમોને ફાયદો થશે

મોદી સરકારે 1955નાં કાયદામાં સુધારો કર્યો છે. જેથી અફગાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનનાં બિન-મુસ્લીમો (હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી, ઈસાઈ) સમુદાયનાં લોકોને નાગરિકતાનો હક આપવાનો રસ્તો કરી શકાય. નવા કાયદા હેઠળ લોકોને 12ની જગ્યાએ 6 વર્ષમાં ભારતીય નાગરિકતા મળશે. માન્ય દસ્તાવેજો ન હોવા છતા પણ બિન-મુસ્લીમોને લાભ મળશે.

70નાં દાયકામાં મણિપુરી સિનેમા ફેરફાર કરાયા હતા

અરિબામ શ્યામે 70નાં દાયકામાં મણિપુરનાં સિનેમામાં ક્રાંતિકારી બદલાવ કર્યા હતા. ફિલ્મ નિર્માતાની સાથે તેઓ મ્યુઝિક કમ્પોઝરની ભૂમિકા પણ નિભાવતા હતા. 40 વર્ષની કારકિર્દીમાં તેમણે 14 ફિલ્મો બનાવી હતી. આ ઉપરાંત અબિરામે 31 નોન ફિચર ફિલ્મો પણ બનાવી હતી. જેમાં મણિપુરની કલા, સંસ્કૃતિ અને દૈનિક જીવનને પણ સામેલ કરાયુ હતુ

1982માં આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી

1974માં અભિનેતા તરીકે કારકિર્દી શરૂ કરનાર અરિબામની ફિલ્મ ઈમાગી નિંગથેમે તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવી હતી. 1982માં આ ફિલ્મમાં મોંટગોલફિયરે ધ ઓર એવોર્ડ જીત્યો હતો. 2013માં આવેલી તેમની ફિલ્મ ‘લેપાકલેઈ’એ 60માં નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહમાં શ્રેષ્ઠ મણિપુરી ફિલ્મનો એવાર્ડ જીત્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here