Thursday, November 30, 2023
Homeદેશમણિપુરના ચુરાચાંદપુરમાં આજથી પૂર્ણ બંધનું એલાન

મણિપુરના ચુરાચાંદપુરમાં આજથી પૂર્ણ બંધનું એલાન

- Advertisement -

મણિપુર (manipur violence )માં ફરી એકવાર સ્થિતિ બગડી રહી છે. આ વખતે કારણ બે વિદ્યાર્થીઓના અપહરણ (manipur students Kidnap) અને તેમની હત્યા છે. આ મામલે સીબીઆઈએ 4 આરોપીઓની ધરપકડ કરી છે. રાજ્ય સરકારે (N Biren Singh Government) કહ્યું છે કે આરોપીઓને મહત્તમ સજા આપવાનો પ્રયાસ કરીશું. દરમિયાન આ ચાર લોકોની ધરપકડના વિરોધમાં ઈન્ડિજિનિયસ ટ્રાઈબલ લીડર્સ ફોરમ (ITLF) સહિત અન્ય આદિવાસી સંગઠનોએ ચુરાચાંદપુર જિલ્લામાં આજથી પૂર્ણ બંધની જાહેરાત કરી દીધી છે.Manipur violence: Indefinite shutdown declared in Churachandpur following  arrests of seven individuals - Manipur violence: Indefinite shutdown  declared in Churachandpur following arrests of seven individuals -

સ્થિતિને જોતાં મણિપુર સરકારે મોબાઈલ ઈન્ટરનેટ (Manipur Internet Ban) પર મૂકાયેલા પ્રતિબંધને 6 ઓક્ટોબર સુધી લંબાવ્યો છે. ખરેખર મણિપુરના મુખ્યમંત્રી એન.બિરેન સિંહે કહ્યું હતું કે બે વિદ્યાર્થીઓના અપહરણ અને હત્યાના કેસમાં સીબીઆઈએ ચાર લોકોની ધરપકડ કરી છે અને સરકાર તેમને મહત્તમ સજા આપવાનો પ્રયાસ કરશે. મુખ્ય આરોપીની પત્ની સહિત ચારેયને એક વિશેષ ફ્લાઈટમાં રાજ્યથી બહાર લઈ જવાયા છે.

બીજી બાજુ કુકી સમુદાયના સંગઠને આ ધરપકડને અપહરણ ગણાવી તેનો વિરોધ શરૂ કરી દીધો છે. તેમણે રવિવારે રાતે ચુરાચાંદપુર પોલીસ સ્ટેશનની બહાર મોટી સંખ્યામાં દેખાવ કર્યા હતા. સાથે જ 1 ઓક્ટોબરથી ચુરાચાંદપુરના અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ સમયે બંધની જાહેરાત કરી દીધી હતી. મણિપુરના માધ્યતા પ્રાપ્ત આદિવાસી સમૂહ આઈટીએલએફએ ધરપકડના વિરોધમાં આજે 10 વાગ્યાથી ચુરાચાંદપુર જિલ્લામાં અનિશ્ચિતકાળ માટે બંધનું આહ્વાન કર્યું છે અને સરકારને અલ્ટીમેટમ આપ્યું છે કે જો 48 કલાકમાં ચાર લોકોને મુક્ત નહીં કરવામાં આવે તો તેમણે માઠા પરિણામો ભોગવવા પડશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular