મણિપુરમાં અપહણ બાદ થયેલી હત્યા મામલે રવિવારે મોટા એક્શન લેવાય છે. જેમાં CBI અને મણિપુર પોલીસ દ્વારા કુલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મણિપુરના મુખ્યમંત્રી એન.બીરેન સિંહે રવિવારે જણાવ્યું કે, અપહરણ કરાયેલા બે વિદ્યાર્થીઓના મોતના જવાબદાર મુખ્ય આરોપીઓની ચુરાચાંદપુર જિલ્લાથી ધરપકડ કરી લેવાઈ છે. વિદ્યાર્થી ફિજામ હેમજીત (20) અને વિદ્યાર્થીની હિજામ લિનથોઈનગાંબી (17)ના મોતનો ખુલાસો ત્યારે થયે જ્યારે કથિત રીતે તેની હત્યા પહેલા અને બાદની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી.
મુખ્યમંત્રીએ કહ્યું કે, હત્યાના દોષિતોને આ મામલે કડકમાં કડક સજા (મૃત્યુદંડ) અપાવવામાં આવશે. સીએમ એન.બીરેન સિંહે રવિવારે X પર ટ્વિટ કરીને મામલાની માહિતી આપી. જણાવી દઈએ કે, મણિપુરમાં જુલાઈથી ગુમ બે વિદ્યાર્થીના મર્ડરના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા હતા. આ બંને 6 જુલાઈથી ગુમ હતા. તસવીરોથી લાગી રહ્યું છે કે, આ બંનેની હત્યા બાદ ક્લિક કરાયા છે. પહેલી તસવીરમાં બંને ઘાસના એક મેદાનમાં બેઠેલા નજરે પડી રહ્યા છે. જ્યારે, બીજી તસવીરમાં તેમની હત્યાનો આભાસ થઈ રહ્યો હતો. આ ફોટોમાં તેમની પાછળ હથિયારબંધ લોકો પણ નજરે આવી રહ્યા છે. સ્ટૂડેન્ટ્સની ઓળખ 17 વર્ષની યુવતી હિજામ લિનથોઈનગાંબી અને 20 વર્ષના યુવક પિજામ હેમજીત તરીકે થઈ હતી. સોશિયલ મીડિયા પર તસવીરો આવ્યા બાદ મણિપુરના મુખ્યમંત્રી એન. બીરેન સિંહે ઘટનામાં સામેલ લોકો સામે કડક એક્શન લેવાની વાત કહી હતી.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, સરકાર જુલાઈ 2023થી ગુમ બે વિદ્યાર્થીઓના મર્ડરની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થયાના વાત સામે આવી છે. આ કેસને પહેલાથી જ CBIને સોંપી દેવાયો હતો. મણિપુરમાં 3 મેના રોજ કુકી અને મૈતેઈ સમુદાય વચ્ચે શરૂ થયેલો સંઘર્ષ હજુ ચાલુ છે. મણિપુરમાં ઈન્ટરનેટ સેવાઓ શરૂ થયાના 2 દિવસ બાદ જ 27 ડિસેમ્બરે તેના પર ફરીથી પ્રતિબંધ લગાવી દેવાયો હતો. આ નિર્ણય 6 જુલાઈએ ગુમ 2 વિદ્યાર્થીઓની હત્યા બાદ લેવાયો હતો. ઈન્ટરનેટ સેવાઓ પર 1 ઓક્ટોબર સાંજે 7:45 સુધી પ્રતિબંધ રહેશે.