મતદાન પૂર્વે માઓવાદીઓએ બોમ્બથી ઉડાવ્યું બીજેપી કાર્યાલય, સુરક્ષાદળ એલર્ટ

0
0

ઝારખંડમાં લોકસભા ચૂંટણી માટે સોમવારનાં રોજ યોજાનાર મતદાન પહેલાં માઓવાદીઓએ પલામુ જિલ્લાનાં હરિહરગંજમાં સ્થિત ભાજપનાં કાર્યાલયને બોમ્બથી ઉડાવી દીધું છે. વિસ્ફોટ બાદ નક્સલીઓએ લોકતંત્ર વિરોધી પરચીઓ પણ ફેંકી. જેમાં લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની અપીલ કરવામાં આવી હતી.

પલામૂનાં હરિહરગંજ ક્ષેત્રથી નક્સલવાદથી પ્રભાવિત છે. જ્યાં ગુરૂવારનાં રોજ મોડી રાત્રીએ પ્રતિબંધિત સંગઠન ભાકપા માઓવાદીનાં 12 ઉગ્રવાદીઓએ આ ઘટનાને અંજામ આપેલ છે. ફેંકવામાં આવેલ પરચીઓમાં રાફેલ કરારમાં ગોટાળો, વિજય માલ્યાનાં 9000 કરોડ અને નીરવ મોદીનાં 11,000 કરોડનાં ગોટાળા સહિત નોટબંધી અને ધાર્મિક અલ્પસંખ્યક પર થઇ રહેલ હુમલાઓને વિશે લખવામાં આવેલ છે.

સ્થાનીય પોલીસે જણાવ્યું કે વિસ્ફોટમાં માત્ર ભવનને નુકસાન પહોંચાડેલ છે. જો કે આ વિસ્ફોટમાં કોઇ જાનહાનિ થવાનાં સમાચાર નથી. આ મામલાની તપાસ માટે એક ટીમનું ગઠન પણ કરવામાં આવ્યું છે. આ મકાનમાં ભાજપનું ચૂંટણી કાર્યાલય ત્રણથી ચાર દિવસ પહેલાં જ ખુલ્યું હતું.

સાક્ષીઓએ જણાવ્યું કે ઉગ્રવાદી ભાકપા માઓવાદી જિંદાબાદનો નારો લગાવતા બિહાર તરફ ભાગી ગયાં. ત્યાર બાદથી પૂરા ક્ષેત્રમાં પોલીસે સતર્કતા વધારી દીધી છે. બિહાર સીમા સાથે જોડાયેલ હોવાંને કારણ બોર્ડર પર વિશેષ સખ્તાઇ વર્તવામાં આવે છે. રાત્રીનાં કોમ્બિંગ કરવામાં પોલીસનાં જવાન માઓવાદીઓ દ્વારા સંભવિત એમ્બુશને ધ્યાને રાખીને વિશેષ ધોરણે સાવધાની રાખી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here