Sunday, October 17, 2021
Homeમત્સ્યઉદ્યોગ મંત્રી પરસોત્તમ સોલંકીની તબિયત લથડી, સારવાર અર્થે સિંગાપોર લઈ જવાયા
Array

મત્સ્યઉદ્યોગ મંત્રી પરસોત્તમ સોલંકીની તબિયત લથડી, સારવાર અર્થે સિંગાપોર લઈ જવાયા

અમદાવાદઃ છેલ્લા ઘણા સમયથી નાદુરસ્ત રહેતા રાજ્યકક્ષાના મત્સ્યઉદ્યોગ મંત્રી અને કોળી નેતા પરસોત્તમ સોલંકીની તબિયત વધુ બગડી છે. જેને પગલે તેમને વધુ સારવાર અર્થે સિંગાપોર લઈ જવાયા છે. સોલંકીને કિડની સંબંધિત બીમારી હોવાનું કહેવાય છે. જો કે આ અંગે સત્તાવાર જાહેરાત કરાઈ નથી.

માછીમારોને અપાતો પાંચ વર્ષનો કોન્ટ્રાક્ટ હરાજી વિના આપ્યો હોવાનો આરોપ

ફિશરીઝ કૌભાંડમાં સંડોવણી

ગત ડિસેમ્બરમાં હાઈકોર્ટે 4૦૦ કરોડ રૂપિયાના ફિશરીઝ કૌભાંડ બાબતે ગાંધીનગરની કોર્ટે ઇશ્યુ કરેલી ક્રિમિનલ પ્રોસેસને રદ કરવા ઇન્કાર કર્યો હતો. ફિશરીઝ કૌભાંડની તપાસ કરી રહેલી એસીબીએ સોલંકીને મુખ્ય સૂત્રધાર દર્શાવ્યા છે. ફિશરીઝ કૌભાંડ અંગે વાત કરીએ તો માછીમારોને અપાતો પાંચ વર્ષનો કોન્ટ્રાક્ટ 2008માં પૂરો થયો. 2૦૦9માં હરાજી કરી આ કોન્ટ્રક્ટ પુન: આપવાના હતા. પરંતુ પરસોત્તમ સોલંકીએ અપસેટ પ્રાઈઝથી પહેલા 12 લોકોને અને પછી 38 લોકોને કોન્ટ્રક્ટ આપી દીધા. હરાજી વિના કોન્ટ્રક્ટ આપવા કેબિનેટની મંજૂરી લેવાની હોવાછતાં સોલંકી મંજૂરી મેળવી ન હતી.

પાંચ ટર્મથી ધારાસભ્ય અને કોળી સમાજનો ચહેરો

પાંચ ટર્મથી ભાવનગર ગ્રામ્ય બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવતા પરસોત્તમ ઓધવજી સોલંકી ઇલેક્ટ્રિકલ એન્જીનિયર છે. તેમજ કોળી સમાજ પર પણ પ્રભુત્વ ધરાવે છે. તેઓ 45 કરોડની સંપત્તિના માલિક છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments