Thursday, September 23, 2021
Homeમથુરામાં હેમા માલીની ની સભામાં ભીડ એકઠી કરવા માટે ફુહડ ડાંસનુ આયોજન...
Array

મથુરામાં હેમા માલીની ની સભામાં ભીડ એકઠી કરવા માટે ફુહડ ડાંસનુ આયોજન કરાયુ

ચૂંટણી જીતવા માટે પક્ષો શું શું કરી રહ્યા છે, તમે વિવિધ પ્રસંગોએ ધણા પ્રકારનુ આયોજન જોઈ ચુક્યા હશો. લોકસભા ની ચુંટણીમાં રાજનેતાઓના વિવિધ પ્રકારનાં ફોટા અને વિડીયો જોવા મળી રહ્યા છે. જેનાથી કોઈ વાર તેમની સત્તા મેળવવાની લાલસા સાફ દેખાઈ આવે અને કોઈવાર હસવું પણ આવે. ત્યારે મથુરામાં પણ આવો નજારો જોવા મળ્યો હતો.

મથુરામાં હેમા માલીની બીજેપી તરફથી લોકસભાની ચુંટણી લડી રહ્યા છે. હાલ તેઓ ચુંટણી પ્રચાર માટે સતત વ્યસ્ત છે. 2 એપ્રિલે પણ તેમનો કાર્યક્રમ હતો. મથુરાના છાતા વિધાનસભા માં તેમના પ્રચાર માટે સંપુર્ણ તૈયારીઓ કરી હતી. જેમાં તેમના મોટા પોસ્ટરો અને ટેન્ટ લગાવવામાં આવ્યા હતા. ફક્ત તેમની આવવાની રાહ જોવાઈ રહી હતી. દરેક આયોજકો પર જવાબદારી હોય છે કે તેમણે દરેક વિસ્તારમાં પ્રચાર-પ્રસાર દરમ્યાન કોઈપણ પ્રકારાની ઊણપ કે કચાશ ના રહી જાય તે બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે. તે માટે આયોજકોએ હેમા માલીની સભામાં જનમેદની એકઠી કરવા માટે ડાંસરને બોલાઈ હતી.

સુત્રોના જણાવ્યા મુજબ આ કાર્યક્રમનુ આયોજન આઝઈ ગામની એક સરકારી સ્કુલમાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ યોજવા માટે આયોજકોએ સ્થાનિક પ્રશાસનની કોઈ પણ પ્રકારની મંજુરી લીધી નહોતી. જ્યારે ડાન્સર સ્ટેજ પર ડાંસ કરી રહી હતી. ત્યારે સ્કુલમાં બાળકો ભણી રહ્યા હતા. કાર્યક્રમના અતિશય ઘોંઘાટને કારણે પ્રિન્સીપાલે બાળકોને સ્કુલ માંથી જલદી રજા આપી દીઘી હતી.

સ્કુલનાં ઈન્ચાર્જે જણાવ્યું કે કાર્યક્રમ માટે કોઈપણ પ્રકારની મંજુરી લીઘી નથી.ત્યારે તેમને આ મામલે આયોજકોને પુછવામાં આવ્યું કે આ કાર્યક્રમ સ્કુલમાં કેમ યોજવામાં આવ્યો છે? ત્યારે આયોજકોએ જાણકારી આપવામાં માટે નનૈયો ભણ્યો હતો.જેનો સ્કુલ સ્ટાફ તરફથી ભારે વિરોઘ કરવામાં આવ્યો .અને બાળકોનો હવાલો આપી સ્કુલ બંધ કરવાનું કહ્યું હતુ. ત્યાર પછી આયોજકોએ ડાંસને બંધ કરાવી દીઘો હતો. જ્યારે હેમા માલિની કાર્યક્રમ સ્થળ પર પહોંચે ત્યા સુધી મામલો રફા-દફા થઈ ગયો હતો.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments