Friday, December 3, 2021
Homeમધ્યપ્રદેશમાં આજે રાહુલની સભા, મોદી 15મીએ હોશંગાબાદમાં ચૂંટણીનો શંખનાદ ફુંકશે
Array

મધ્યપ્રદેશમાં આજે રાહુલની સભા, મોદી 15મીએ હોશંગાબાદમાં ચૂંટણીનો શંખનાદ ફુંકશે

ભોપાલઃ મધ્યપ્રદેશમાં શુક્રવારથી લોકસભા ચૂંટણીનો પ્રચાર શરૂ કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં કોંગ્રેસ પાર્ટીનાં અધ્યક્ષ રાહુલ ગાંધી ખેડૂત આભાર સંમેલનમાં 8મી ફેબ્રુઆરીએ આવી રહ્યા છે. બીજી બાજુ ભાજપ પણ તેમના ચૂંટણી અભિયાનની શરૂઆત 15મી ફેબ્રુઆરીથી હોશંગાબાદથી કરી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15મી ફેબ્રુઆરીએ હોશંગાબાદમાં સભા કરીને ચૂંટણી પ્રચારનો શુભારંભ કરશે. ત્યારબાદ 16મી ફેબ્રુઆરીએ તેઓ ધારમાં જનસભાને સંબોધિત કરશે.

ભોપાલનાં જંબૂરી મેદાનમાં યોજાનારી સભા માટે મુખ્યમંત્રી કમલનાથે મંત્રીઓ, ધારાસભ્યો અને બાકીનાં તમામ નેતાઓને 2 લાખ ખેડૂતોને લાવવા માટેનું ટાર્ગેટ આપ્યું છે. આ ઉપરાંત વધુમાં વધુ લોકો ભોપાલ આવે તેનાં માટે પણ કહેવામાં આવ્યું છે. મંત્રીઓ ભીડ એકઠી કરવા માટે રાજ્યભરનાં આંટા મારી રહ્યા છે. પીસીસીમાં પણ રાહુલ ગાંધીનાં પ્રવાસને ધ્યાનમાં રાખતા ત્રણ બેઠક યોજાઈ ચુકી છે.

ખેડૂતો સાથે વાતચીત કરશેઃ જાણકારી પ્રમાણે રાહુલ ગાંધી ખેડૂતો સાથે સંવાદ કરવાની સાથે સાથે તેમને સંબોધિત પણ કરશે. આ સભામાં સમગ્ર રાજ્યમાંથી ખેડૂતો આવશે,અને રાજ્ય સરકાર દ્વારા જય કિસાન ઋણ માફી યોજના લાગુ કરવા માટે રાહુલનું અભિનંદન કરશે.

લાખો ખેડૂતોને ફાયદોઃ રાજ્ય સરકારે જય કિસાન ઋણ માફી યોજના હેઠળ આશરે 55 લાખ ખેડૂતોને 2 લાખ રૂપિયાનું દેવુ માફ કરવાનો નિર્ણય કર્યો છે. જેની પર આશરે 50,000 કરોડ રૂપિયા ખર્ચ કરાશે અને 22 ફેબ્રુઆરીથી ખેડૂતોનાં ખાતામાં રકમ જમા કરવાનો દાવો મુખ્યમંત્રી કમલનાથે કર્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments