Wednesday, December 8, 2021
Homeમધ્યપ્રદેશ: ઉજ્જૈન પાસે કાર અને વાન અથડાયાં, ત્રણ બાળકો સહિત 12નાં મોત
Array

મધ્યપ્રદેશ: ઉજ્જૈન પાસે કાર અને વાન અથડાયાં, ત્રણ બાળકો સહિત 12નાં મોત

ઉજ્જૈનઃ ઉજ્જૈન-ઉન્હેલ માર્ગ પર રામગઢ ફાંટા પાસે મારૂતિ વાન અને ટાટા હેક્સા કાર વચ્ચેની ટક્કરમાં 12 લોકોનાં મોત નિપજ્યાં છે. દુર્ઘટના સોમવારે રાત્રે લગભગ 12 વાગ્યે ઘટી છે. મૃતક ઉજ્જૈનના રહેવાસી છે.

આ તમામ લોકો નાગદાના બિરલાગ્રામથી લગ્ન સમારંભમાંથી પરત ફરી રહ્યાં હતા. પીપલીનાકા નિવાસી દીપક કાયત પાછળની બસમાં હતા, જેઓએ જણાવ્યું કે ટર્ન પર ઉજ્જૈન તરફથી ફુલ સ્પીડે આવી રહેલી કારે વાનને ટક્કર મારી. વાન લગભગ 50 ફુટ દૂર જઈને રોકાઈ હતી. પોલીસ અને એમ્બ્યુલન્સની મદદથી રાત્રે 1 વાગ્યે ઘાયલો અને મૃતકોને જિલ્લા હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. મૃતકોમાં સામેલ અર્જુન કાયત ભાજપના પૂર્વ મંડલ મહામંત્રી હતા.

એક જ પરિવારના પાંચ લોકોના મોત

દુર્ઘટનામાં એક જ પરિવારના પાંચ લોકોનાં મોત થયાં છે. જેમાં કેબલ ઓપરેટર અર્જુન કાયત તેમના પત્ની રાજૂબાઈ, પુત્ર શુભમ અને બે દીકરી રવીના અને બુલબુલ સામેલ છે. આ તમામ તિલકેશ્વર વિસ્તારમાં રહેતા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments