Tuesday, December 7, 2021
Homeમધ્યસ્થતા માટે હિન્દુ મહાસભા પછી મુસ્લિમ પક્ષકારોએ સુપ્રીમ કોર્ટને આપ્યા નામ
Array

મધ્યસ્થતા માટે હિન્દુ મહાસભા પછી મુસ્લિમ પક્ષકારોએ સુપ્રીમ કોર્ટને આપ્યા નામ

નવી દિલ્હી: અયોધ્યા ભૂમિ વિવાદ કેસમાં બુધવારે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કોર્ટ દ્વારા નિયુક્ત મધ્યસ્થીઓ દ્વારા વિવાદનો ઉકેલ લાવવાની શરૂઆત કરવામાં આવવી જોઈએ. મુખ્ય કેસની સુનાવણી 8 સપ્તાહ પછી થવાની છે. ત્યાં સુધીમાં આંતરિક સમજૂતીથી વિવાદનો ઉકેલ લાવવાનો એક પ્રયત્ન કરી શકાય છે. જોકે હાલ સુપ્રીમ કોર્ટે મધ્યસ્થી મામલે તેમનો ચુકાદો અનામત રાખ્યો છે અને તેમણે કેસ સાથે જોડાયેલા પક્ષકારો પાસે જ મધ્યસ્થી પેનલના નામ મંગાવ્યા છે. ગઈકાલે હિન્દુ મહાસભા દ્વારા ત્રણ નામ આપવામાં આવ્યા હતા અને આજે હવે મુસ્લિમ પક્ષકારો અને નિર્મોહી અખાડા દ્વારા કોર્ટને મધ્યસ્થીના નામ આપવામાં આવ્યાં છે.

મુસ્લિમ પક્ષકારોએ આપ્યું નામ

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે મુસ્લિમ પક્ષકારના વકીલ એઝાઝ મકબૂલે કહ્યું છે કે, અમે પણ કોર્ટને મધ્યસ્થી માટે નામ આપી દીધા છે. જોકે વકીલ દ્વારા આ નામ જણાવવાનો ઈન્કાર કરવામાં આવ્યો છે.

નિર્મોહી અખાડાએ ત્રણ નામ આપ્યા

 મધ્યસ્થી માટે નિર્મોહી અખાડાએ પણ ત્રણ નામ આપ્યા છે. તેમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ કુરિયન જોસેફ, એકે પટનાયક અને જીએસ સિંઘવી સામેલ છે. હિન્દુ મહાસભાએ ગઈકાલે જ પૂર્વ સીજેઆઈ દીપક મિશ્રા, પૂર્વ સીજેઆઈ જેએસ ખેહર અને સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ એકે પટનાયકના નામ મધ્યસ્થતા માટે આપ્યા છે.મુસ્લિમ પક્ષકારોનું કહેવું છે કે, અમે કોર્ટમાં મધ્યસ્થી કરનાર લોકોના નામ આપ્યા છે. કોર્ટના આદેશથી આ નામોને જાહેર કરવામાં આવ્યા છે.

હિન્દુ મહાસભાએ પહેલાં કર્યો હતો વિરોધ

હિન્દુ મહાસભાએ બુધવારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, કેસને મધ્યસ્થતા માટે મોકલતા પહેલાં નોટિસ જાહેર કરવી જરૂરી છે. આ જ કારણ છે કે, હિન્દુ મહાસભા તેનો વિરોધ કરી રહી છે. તેમણે કહ્યું કે, કારણકે આ અમારી જમીન છે તેથી અમે મધ્યસ્થા માટે રાજી નથી. આ વિશે જસ્ટિસ ભૂષણે કહ્યું કે, આ મામલે જો પબ્લિક નોટીસ આપવામાં આવી તો કેસ વર્ષો સુધી ચાલશે. આ મધ્યસ્થી કોર્ટની હાજરીમાં કરવામાં આવશે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments