મધ્ય પ્રદેશના ગવર્નર લાલજી ટંડનનું લખનઉની મેદાંતા હૉસ્પિટલમાં નિધન

0
1
લાલજી ટંડનને કિડની અને લિવરમાં તકલીફ થયા બાદ દોઢ મહિના પહેલા મેદાંતા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા
લાલજી ટંડનને કિડની અને લિવરમાં તકલીફ થયા બાદ દોઢ મહિના પહેલા મેદાંતા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

લખનઉઃ મધ્ય પ્રદેશ (Madhya Pradesh)ના ગવર્નર લાલજી ટંડન (Lalji Tondon)નું મંગળવાર સવારે લખનઉ (Lucknow)ની મેદાંતા હૉસ્પિટલ (Medanta Hospital)માં નિધન થયું છે. તેઓ 85 વર્ષના હતા. ઉત્તર પ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રી અને દીકરા આશુતોષ ટંડને ટ્વિટ કરીને તેની જાણકારી આપી.

લાલજી ટંડનની મેદાંતા હૉસ્પિટલમાં છેલ્લા દોઢ મહિનાથી સારવાર ચાલી રહી હતી. લાલજી ટંડનને કિડની અને લિવરમાં તકલીફ થયા બાદ દાખલ કરવામાં આવ્યા હતા.

11 જૂને હૉસ્પિટલમાં થયા હતા દાખલ

લાલજી ટંડનને 11 જૂને શ્વાસ લેવામાં તકલીફ, તાવ અને યૂરિનમાં તકલીફના કારણે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ટંડનની તબિયત ખરાબ હોવાના કારણે ઉત્તર પ્રદેશની રાજ્યપાલ આનંદીબેન પટેલને મધ્ય પ્રદેશનો વધારાનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે. મૂળે, ઉત્તર પ્રદેશના રાજકારણમાં સક્રિય રહેનારા લાલજી ટંડનની બીજેપી સરકારોમાં એનક વાર મંત્રી પણ રહ્યા છે અને અટલ બિહારી વાજપેયીના સહયોગીના રૂપમાં જાણીતા હતા. તેઓએ વાજપેયીના મત વિસ્તાર લખનઉની કમાન સંભાળી હતી.

બિહાર અને મધ્ય પ્રદેશના ગવર્નર રહ્યા

લાલજી ટંડનને 2018માં બિહારના ગવર્નર તરીકે નિમવામાં આવ્યા હતા. ત્યારબાદ 2019માં તેમને મધ્ય પ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. લખનઉમાં લાલજી ટંડનની લોકપ્રિયતા સમાજના દરેક સમુદાયમાં હતી. તેઓ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાયીના ખૂબ જ નિકટતમ અને અગત્યના સહયોગી પણ હતા. 2004માં લોકસભા ચૂંટણીની પૂર્વ સંધ્યાએ પોતાના જન્મદિવસે સાડીઓ વહેંચી રહ્યા હતા જેમાં ભાગદોડ થતાં 21 મહિલાઓનાં મોત થતા મોટો વિવાદ પણ ઊભો થયો હતો. બાદમાં લાલજી ટંડનને તમામ આરોપોથી મુક્ત કરી દેવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here