Friday, December 3, 2021
Homeમનમોહન સિંહ અમૃતસર સીટ પરથી લોકસભા ચૂંટણી લડી શકે છે, રાહુલની સામે...
Array

મનમોહન સિંહ અમૃતસર સીટ પરથી લોકસભા ચૂંટણી લડી શકે છે, રાહુલની સામે રાખવામાં આવશે પ્રસ્તાવ

ચંદીગઢઃ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અમૃતસર બેઠક પરથી લોકસભા ચૂંટણીમાં જંપલાવી શકે છે. પંજાબ પ્રદેશ કોંગ્રેસ કમિટી આ અંગેનો પ્રસ્તાવ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીની સામે રાખશે. પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને પંજાબ કોંગ્રેસના નેતા સુનીલ જાખડની સામે રાખવામા આવ્યો હતો. બંને આ સંદર્ભે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી શકે છે.


મનમોહનસિંહનાં ચૂંટણી લડવાથી પંજાબનું માન વધશે

પંજાબ કોંગ્રેસનાં પ્રધાન સુનીલ જાખડે કહ્યું કે ધારાસભ્યો અને પાર્ટી દ્વારા વારંવાર માંગણી કરાઈ રહી છે કે ડો.મનમોહન સિંહને અમૃતસરની ચૂંટણી માટે ઊભા કરવામાં આવે, તેઓ સમગ્ર દુનિયા માટે એક મિસાલ છે. પાર્ટીનાં પ્રમુખ રાહુલ ગાંધી આ અંગે ટૂંક સમયમાં જ સંદેશ આપશે. જો મનમોહનસિંહ ચૂંટણી લડશે તો પંજાબનાં માનમાં વધારો થશે. ડો.મનમોહનસિંહ મૂળ હોશિયારપુરનાં છે, પરંતુ ઘણા સમય પહેલા તેમનો પરિવાર અમૃતસરમાં સ્થાયી થયો હતો. તેમનાં ભાઈઓનો વેપાર અમૃતસરમાં જ છે.

બીજી વખત રાજકારણમાં સક્રિય થયા મનમોહન

વર્ષ 2014ની લોકસભા ચૂંટણી પછીથી મનમોહન સિંહ રાજકારણમાં સક્રિય ન હતા. જો કે હવે તેઓ ફરી રાજકીય સભાઓમાં નજરે પડે છે. મનમોહન સિંહે 10 વર્ષ સુધી ગઠબંધન સરકાર ચલાવી છે. એવું માનવામાં આવે છે કે તેઓ ચૂંટણી લડશે તો મહાગઠબંધનની પાર્ટીઓ સાથે તાલમેલ વધુ સારું થઈ શકે છે.

અમૃતસરમાં કોંગ્રેસની પાસે મજબૂત ઉમેદવાર નથી

કેપ્ટન અમરિંદર સિંહે સીટ છોડ્યાં બાદ ગુરમીત સિંહ ઔજલા અમૃતસરથી ચૂંટણી જીત્યાં હતા. લોકસભા ચૂંટણી માટે નવજોત કૌર સિદ્ધુએ ચંદીગઢની ટિકિટ પર દાવો કર્યો છે. એવામાં કોંગ્રેસની પાસે અમૃતસરથી મજબૂત દાવેદાર નથી. અમૃતસર સીટ કોંગ્રેસ અને અકાલી-ભાજપ માટે હંમેશાથી નાકનો સવાલ રહ્યો છે. એવામાં કોંગ્રેસ અહીં કોઈ પણ કાળે જીત મેળવવા માગે છે.

ભાજપથી હરદીપસિંહ પુરી અંગે વિચારણા

આ સીટ પર ભાજપ પાસે કોઈ મોટો ચહેરો નથી. અરુણ જેટલીને પણ અહીંથી હારનો સામનો કરવો પડ્યો હતો. મળતી માહિતી પ્રમાણે, પાર્ટી અહીંથી કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીને ચૂંટણી માટે ઊતારવા માટે વિચારણા કરી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments