Monday, October 18, 2021
Home‘મનમોહિની’ સિરિયલ ફેમ એક્ટર અભિમન્યુ ચૌધરીની પોલીસે સલૂનના કર્મચારી સાથે મારામારી કરવા...
Array

‘મનમોહિની’ સિરિયલ ફેમ એક્ટર અભિમન્યુ ચૌધરીની પોલીસે સલૂનના કર્મચારી સાથે મારામારી કરવા બદલ ધરપકડ કરી

ટેલિવિઝન ડેસ્ક: એક્ટર અભિમન્યુ ચૌધરી જે છેલ્લે ‘ઝી ટીવી’ની સિરિયલ ‘મનમોહિની’માં નેગેટિવ રોલમાં દેખાયો હતો, તેની પોલીસે ધરપકડ કરી લીધી છે. લોખંડવાલા સલૂનના કર્મચારી સાથે ચાકુથી મારામારી કરવા બદલ પોલીસે તેની ધરપકડ કરી છે. અભિમન્યુ ચૌધરીએ ‘શમિતાભ’ ફિલ્મમાં પણ કામ કર્યું હતું.

પોલીસના કહેવા મુજબ, અભિમન્યુની ફ્રેન્ડે એવો દાવો કર્યો હતો કે, સલૂનના એક કર્મચારીએ તે જ્યારે 16 મેના રોજ હેડ મસાજ કરાવી રહી હતી ત્યારે તેને અયોગ્ય રીતે ટચ કર્યું હતું. ત્યારબાદ તેણે અભિમન્યુને ફોન કર્યો. તે સલૂન ચાકુ લઈને પહોંચ્યો અને તેણે તે સલૂનના કર્મચારી પર હુમલો કરી દીધો. આ ઘટના થતાં સલૂનના એક વ્યક્તિએ તરત જ પોલીસને ફોન કર્યો અને પોલીસે અભિમન્યુની ધરપકડ કરી લીધી. અભિમન્યુની સાથે તેનો એક બીજો ફ્રેન્ડ પણ આ હુમલામાં સામેલ હતો જેની પણ પોલીસે ધરપકડ કરી લીધી હતી. સીસીટીવી ફૂટેજમાં અભિમન્યુ સલૂનના કર્મચારીને મારતો હોય તેવું દેખાય પણ છે.

મુંબઈ પોલીસનાના સિનિયર પોલીસ અધિકારી શૈલેષે જણાવ્યું કે, ‘અમે અભિમન્યુ અને તેના મિત્રને અરેસ્ટ કરી લીધા છે અને જે મહિલાએ તેમને ફોન કરીને બોલાવ્યા હતા તેની સાથે આ બન્ને વિરુદ્ધ કેસ પણ દાખલ કરાયો છે. ઉપરાંત સલૂનના તે કર્મચારી વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ થઇ છે જેના પર અભિમન્યુની ફ્રેન્ડે અયોગ્ય રીતે અડવાનો આરોપ લગાવ્યો હતો.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments