દહેગામ : મનરેગા યોજનાના ૧૦ જિલ્લાના કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓ લઇ ગાંધીનગર ધરણાનો કાર્યક્રમ સોમવારે કરશે.

0
27

 

રાજ્યના મનરેગા યોજનાના ૧૦ જિલ્લાના કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓ લઇ ગાંધીનગર ધરણાનો કાર્યક્રમ સોમવારે કરશે. છેલ્લા ઘણા સમય થી વિધવિધ શાખાઓના સરકારી કર્મચારીઓ પોત પોતાની પડતર માંગણીઓ લઇ સરકાર સામે રણ શિગંડૂ ફુંકી રહ્યા છે પ્રથમ તો આરોગ્ય કર્મચારી, એસટીના કર્મચારીઓ, શિક્ષકો અને હવે મનરેગા કરાર આધારીત કર્મચારીઓ પણ પોતાની વર્ષો જુની પડતર માંગણીઓના મુદ્દે આગામી સોમવાર ના રોજ ગાંધીનગર ખાતે ધરણા કરવા માટે ની પુર્વ તૈયારીઓ આરંભી દીધી છે તેમને અપાતા વેતનમાં વિસંગતતા હોવાનું તેમજ ૨૦૧૦ થી ભરતી થયેલા કર્મચારીઓને ૧૫ ટકા મળવા પાત્ર ઇન્ક્રીમેન્ટ પણ હજુ સુધી ચુકવવામાં આવ્યું નથી આમ આ શાખાના કર્મચારીઓની ઉપરોક્ત રજુઆતો સાથે સોમવાર થી  અચોક્કસની હડતાલ પર ઉતરવાના છે. જેમા ગાંધીનગર જિલ્લા ના ચાર તાલુકાના સહીત રાજ્યના ૧૦ થી વધુ જિલ્લાના કર્મચારીઓ અચોક્કસની હડતાલમાં સામેલ થવાના છે.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ , CN24NEWS દહેગામ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here