મનસેની ચીમકી : આંતરરાષ્ટ્રીય એરપોર્ટના વ્યવસ્થાપનનો કબજો અદાણી ગ્રુપે લઈ લીધો

0
2

મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના વ્યવસ્થાપનનો કબજો અદાણી ગ્રુપે લઈ લીધો છે. આ કબજો મળતાં જ અદાણી ગ્રુપે પોતાનું મુંબઈનું મુખ્યાલય ગુજરાતમાં ખસેડ્યું છે. આ પછી સોશિયલ મિડિયા પર એક વિડિયો વાઈરલ થયો હતો, જેની પરથી આ પ્રકરણમાં હવે મનસેએ ભૂસકો મારતાં અદાણી ગ્રુપને ઈશારો આપ્યો છે.

મુંબઈ એરપોર્ટનું વ્યવસ્થાપન જીવીકે કંપની પાસેથી અદાણી ગ્રુપ પાસે આવી ગયું છે. વ્યવસ્થાપનનો કુલ 74 ટકા હિસ્સો અદાણી ગ્રુપ પાસે આવ્યો છે. આ નિર્ણય થયા પછી એક વિડિયો વાઈરલ થયો હતો, જેમાં અદાણી ગ્રુપના અમુક કર્મચારીઓ ગરબા રમતા દેખાય છે.

આ વિડિયો વાઈરલ થયા પછી હવે મનસેએ પણ આ પ્રકરણમાં ભૂસકો માર્યો છે.મનસેના નેતા નીતિન સરદેસાઈએ એક ટ્વીટ કરીને ઈશારો આપ્યો છે. ટ્વીટમાં તેમણે જણાવ્યું છે કે મુંબઈ એરપોર્ટનું ફક્ત વ્યવસ્થાપન અદાણી પાસે ગયું છે. એરપોર્ટ મુંબઈમાં જ છે. અમને ખીજવવા માટે ગરબા કરશો તો અમને પણ અમારો ઝિંગાટ બતાવવો પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here