Monday, September 27, 2021
Homeમનિન્દરજીતસિંહ બિટ્ટા : સરદારના હાથમાં કાશ્મીરનો પ્રશ્ન હોત તો આજે પુલવામાં...
Array

મનિન્દરજીતસિંહ બિટ્ટા : સરદારના હાથમાં કાશ્મીરનો પ્રશ્ન હોત તો આજે પુલવામાં ન હોત

રાજપીપળા: ઓલ ઇન્ડિયા એન્ટી ટેરરિસ્ટ ફ્રન્ટના ચેરમેન મનિન્દરજીતસિંહ બિટ્ટાએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેઓ લોખંડી પુરુષની પ્રતિમા જોઈ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, આ સ્થળે આવવાથી દેશ પ્રત્યે એક ગર્વ થાય કે હું આવા વિરલ વ્યક્તિના દેશનો સપૂત છું, સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર નવી પેઢી આવે અને તેમના જીવન વિશે શીખીને જાય છે.સરદાર સાહેબના હાથમાં કાશ્મીરનો પ્રશ્ન હોત તો આજે પુલવામાં ન હોત આપણી બહેનો વિધવા ન થઈ હોત. સરદાર સાહેબને ખુલ્લી છૂટ અપાઈ હોત તો કાશ્મીર તો ઠીક પાકિસ્તાન અધિકૃત કાશ્મીર(પીઓકે) પણ આપણું હોત.

મનિન્દરજીતસિંહ બિટ્ટાએ આગળ કહ્યું કે, સરદાર સાહેબે રાજાઓની ગુલામીમાંથી ભારતને મુક્ત કરાવ્યું હતું, આ જ રીતે ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ,મંગલ પાંડે, અશફાક ઉલ્લાહ ખાન, તાત્યા ટોપે અને આઝાદીનો ઇતિહાસ નવી પેઢી સામે મુકવામાં આવ્યો હોત તો આપણું રાષ્ટ્ર અત્યારે ક્યાં હોત. પ્રતિમા પર દુરથી સવાલ ઉઠાવતા પહેલા અહીં આવીને તેમની પ્રેરણા જુઓ પ્રથમ રાષ્ટ્રની પ્રેરણા મળે છે. આપણા 46 સૈનિકો શહીદ થયા, આપણે પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓનો સફાયો કરી જીવતા શહીદ થઈને સૈનિકો પાછા આવે છે આને કહેવાય આજનું હિન્દુસ્તાન. આજે આતંકવાદની વિરુદ્ધમાં લડત આપવા ભારત તૈયાર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments