મનિષા ગોસ્વામી અને સુરજીત ભાઉ સહિત ચાર આરોપીની મિલકત જપ્ત કરાશે

0
31

અમદાવાદ: જયંતી ભાનુશાળી હત્યા કેસમાં ભચાઉ કોર્ટે મનિષા સહિત ચાર આરોપીઓને ભાગેડું જાહેર કર્યા છે. જો આરોપીઓ એક મહિનામાં પોલીસ સમક્ષ હાજર નહીં થાય તો તેમની મિલકતો પોલીસ CRPCની કલમ 82 મુજબ જપ્ત કરશે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મનિષા ગોસ્વામીની વાપી અને ભૂજમાં મિલકતો છે. જ્યારે અન્ય ત્રણ આરોપીઓ મહારાષ્ટ્રના પૂણેમાં મિલકતો ધરાવે છે.

મિલકતોની માહિતી બાદ કાર્યવાહી
કેસની તપાસ કરી રહેલા એસઆઈટીના વડાએ જણાવ્યું હતું કે ભાનુશાળી હત્યા કેસમાં ભચાઉ કોર્ટે મનિષા ગોસ્વામી, સરજીત ભાઉ, નિખિલ થોરાત અને રાજુ થોરાતને ભાગેડુ જાહેર કર્યા છે. જો આરોપીઓ એક મહિનામાં પોલીસ સમક્ષ હાજર નહીં થાય તો તેમની મિલકત જપ્ત કરવામાં આવશે. આરોપીઓની ક્યા કેટલી મિલકતો છે તેની રિપોર્ટ કલેક્ટર ઓફિસમાંથી મળ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.

આરોપી હજૂ પોલીસ પકડથી દૂર
8 જાન્યુઆરીના 2019 રોજ વહેલી સવારે ભૂજની સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં અમદાવાદ આવી રહેલા જયંતી ભાનુશાળીની બે શખ્સોએ ગોળી મારીને હત્યા કરી હતી. હત્યાને 4 મહિનાથી વધુનો સમય વીતી ગયો છે છતાંય આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. આ કેસમાં હાલ પોલીસે બંને શૂટર્સ અને હત્યાનો મુખ્ય આરોપી છબીલ પટેલ પોલીસની ગિરફ્તમાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here