મનીલોન્ડરિંગ મામલો : EDનું રોબર્ટ વાડ્રાને સમન્સ, લંડન મિલકત અંગે કરાશે પૂછપરછ

0
20

પ્રવર્તન નિદેશાલય (ED)એ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. રોબર્ટ વાડ્રાને પૂછપરછ માટે ગુરૂવારે બોલાવ્યાં છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ EDની ટીમે રોબર્ટ વાડ્રાને લંડનની પ્રોપર્ટી અને તેમના નજીકના સંજય ભંડારી અંગે સવાલ કરી શકે છે.

ED દ્વારા જણાવામાં આવ્યું છે કે લંડનમાં પ્રોપર્ટીને ખોટી રીતે ખરીદવામાં આવી છે જેમાં કાળા નાંણાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ અગાઉ ઇડીએ દિલ્લી હાઇકોર્ટમાં રોબર્ટ વાડ્રાની જામીન અરજી રદ્દ કરવા અપીલ કરી હતી. ઇડીની આ અરજી પર હાઇ કોર્ટે રોબર્ટ વાડ્રાને નોટિસ પણ ઇશ્યુ કરી હતી અને કહ્યું કે રોબર્ટ વાડ્રાની જામીન અરજી કેમ રદ્દ ન કરી શકાય.

રોબર્ટ વાડ્રાએ રાજસ્થાનના બીકાનેરમાં ખરીદેલી જમીન મામલે EDએ સમન્સ પાઠવ્યું છે. જે અંતર્ગત આજે રોબર્ટ વાડ્રાને ઈડીનું તેડુ આવ્યું છે. ઈડી રોબર્ટ વાડ્રાની મની લોન્ડરિંગ મામલે પૂછપરછ કરશે. એટલું જ નહીં વિદેશમાં પણ બેનામી સંપતિના મામલે ED દ્વારા પૂછપરછ હાથ ધરાશે.

ED હાલ રોબર્ટ વાડ્રાની સંપતિને લઈને તપાસ કરી રહી છે. આ તપાસમાં દુબઈના જુમેરાહમાં 14 કરોડનો વિલા અને લંડનમાં બ્રાયનસ્ટન સ્ક્વેયરમાં એક પ્લોટ પણ સામેલ છે. જેની કિંમત અંદાજે 26 કરોડ રૂપિયા બતાવવામાં આવી રહી છે. પહેલા પણ ઈડી આ મામલે રોબર્ટ વાડ્રાની પૂછપરછ કરી ચૂકી છે. ત્યારે આજે ફરી એકવાર પૂછપરછ માટે તેડું આવ્યું છે. ઉલ્લે્ખનીય છે કે, સંજય ભંડારી મામલે પણ ઈડી પૂછપરછ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here