Wednesday, December 8, 2021
Homeમને નાનું કામ ફાવતું નથી, પીએમ મોદીએ ગુજરાતના જામનગરમાં કર્યો આ મોટો...
Array

મને નાનું કામ ફાવતું નથી, પીએમ મોદીએ ગુજરાતના જામનગરમાં કર્યો આ મોટો ખુલાસો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગરમાં સભા સમયે એર સ્ટ્રાઈક, આતંકવાદ અને પાડોશી દેશ પાકિસ્તાન પર આકરો પ્રહાર કર્યો છે. તેઓએ સૌ પ્રથમ પરોક્ષ રીતે એર સ્ટ્રાઈકનો ઉલ્લેખ કરતા કહ્યુ કે, મને નાનું કામ ફાવતુ નથી. થોડા દિવસ પહેલા મોટુ કામ થયું કે નહી હમણા તેવો સવાલ કર્યો છે. પીએમ મોદીએ જનતાને પૂછ્યુ કે અત્યારે જે ચાલ્યુ તે સારુ છે ને. તેમણે કહ્યું કે, જે કરવુ તે પુરુ કરવું, મોટું કરવુ અને જલ્દી કરવું એ જ ફાવે છે. પીએમઓએ tweet કરીને લખ્યું છે કે દેશને સેના પર ગર્વ છે. સેનાના શોર્ય પર સવાલ ઉઠાવવા સમજણથી ઉપર છે.

એર સ્ટ્રાઈક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પ્રથમ વખત ગુજરાતની મુલાકાત છે. અને તેમને જામનગરથી ગુજરાત મુલાકાતનો પ્રારંભ કર્યો છે. છોટે કાશી તરીકે જાણીતા જામનગરને કાશીથી સાંસદ એવા નરેન્દ્ર મોદીએ 966 કરોડના વિકાસ કામોની ભેટ આપી છે. જામનગરમાં પીએમ મોદીએ 71 કરોડના ખર્ચે તૈયાર થયેલી 700 બેડની મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કર્યુ છે. વડાપ્રધાન મોદી જામનગર અને અમદાવાદમાં કાર્યક્રમો પતાવ્યા બાદ ગાંધીનગર જવાના છે આ દરમિયાન તેઓ ગાંધીનગર નજીક આવેલા ધોળેશ્વર મહાદેવમાં મહાશિવરાત્રી નિમિત્તે ખાસ પૂજા કરવાના છે. આ માટે મંદીરમાં ખાસ આયોજન કરાયુ છે. સાથે જ મંદિર ફરતે સુરક્ષાનો પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે.

આ સિવાય 24 કરોડનના ખર્ચે તૈયાર થયેલી 240 રૂમની પી.જી હોસ્ટેલનું પણ મોદીના હસ્તે લોકાર્પણ થયુ છે. પીએમ મોદી પ્રદર્શન ગ્રાઉન્ડમાં જંગી સભા સંબોધિત કરી છે. ત્યાં જેઓ સૌની યોજના અંતર્ગત રણજીત સાગર અને ન્યારી-1 જળાશયમાં નર્મદા નીરના વધામણાં કર્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments