મનોહર પર્રિકરના નિધનને કારણે ‘પીએમ નરેન્દ્ર મોદી’ ફિલ્મના બીજા પોસ્ટરની લોન્ચ ઇવેન્ટ બંધ રહી

0
30

બોલિવૂડ ડેસ્ક: ‘પીએમ નરેન્દ્ર મોદી’ બાયોપિક ફિલ્મનું બીજું પોસ્ટર આજે 18 માર્ચે રિલીઝ થવાનું હતું. પરંતુ ગોવાના મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા મનોહર પર્રિકરના મૃત્યુને કારણે આ ઇવેન્ટ કેન્સલ કરવામાં આવી. ‘પીએમ નરેન્દ્ર મોદી’ ફિલ્મના બીજા પોસ્ટરનું અનાવરણ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહના હસ્તે થવાનું હતું. આ ઇવેન્ટ 18 માર્ચે સોમવારે દિલ્હીમાં સવારે 10:30 વાગ્યે યોજાવાની હતી. પર્રિકરના નિધન બાદ સ્વાભાવિકપણે આ ઇવેન્ટ કેન્સલ જ કરવામાં આવે, કારણકે તેઓ ભાજપના જ નેતા હતા. મેકર્સે પોસ્ટર લોન્ચની નવી તારીખની જાહેરાત હજુ સુધી કરી નથી.

વિવેક ઓબેરોય સ્ટારર આ ‘પીએમ નરેન્દ્ર મોદી’ ફિલ્મ 12 એપ્રિલે રિલીઝ થવાની છે. ફિલ્મ પર પ્રતિબંઘ લગાવવા માટે વિપક્ષ કામે લાગી ગઈ છે. ફિલ્મનાં ડિરેક્ટર ઓમંગ કુમાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here