મમતાજીને યોગી આદિત્યનાથની ખુલ્લી ચેતવણી, ‘બગદાદી’થી પ્રભાવિત થઇ ‘બગદીદી’ ના બનો

0
23

કોલકાતામાં મંગળવારનાં રોજ થયેલ હિંસા બાદ ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બુધવારનાં રોજ બંગાળની મુલાકાતે છે. કોલકાતામાં તેમની રેલીનાં મંચ તોડવા પર અને રેલી રદ્દ થવાનાં સમાચારોની વચ્ચે ભાજપ અધ્યક્ષ અમિત શાહે નિર્દેશ આપ્યો કે ચાહે કંઇ પણ હોય, રેલીઓ રદ્દ નહીં થાય. ત્યાર બાદ પશ્ચિમ બંગાળનાં બારાસાતમાં રેલી દરમ્યાન મંચથી જ યોગી આદિત્યનાથે તાલ ઠોકીને કહી દીધું કે તેઓ કોલકાતામાં પણ રેલી કરશે.

બારાસાતમાં મંચથી તેઓએ પશ્ચિમ બંગાળની સીએમ મમતા બેનર્જીને લલકારી કે અમિત શાહની રેલી દરમ્યાન કરવામાં આવેલ હિંસા ‘મમતા’ની અંતિમ ભૂલ છે. યોગી આદિત્યનાથે ટ્વિટ કરીને જણાવ્યું કે, ભાજપથી ભયભીત મમતા બંગાળમાં સભાઓનાં મંચ તોડીને, મજૂરોને માર મારીને, રેલીઓ રદ કરાવીને બંગાળને શું બનાવવા ઇચ્છે છે? તો યાદ રાખો કે બંગાળ ભારતનું જ એક અભિન્ન અંગ છે. તેઓએ લખ્યું કે,

‘બગદાદી’સે પ્રભાવિત હોકર ‘બગદીદી’ બનને કા આપકા સપના ભારત માં કે સચ્ચે સપૂત વોટ કી ચોટ સે તોડકર રહેંગે.’

તેઓએ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની કવિતાની પંક્તિઓ શેર કરતા લખ્યું કે, ભારત રત્ન શ્રી વાજપેયીની આ કવિતા અમને હ્રદયથી સ્મરણ છે. તાનાશાહ દીદી જે પણ કરે, તેમની વિદાઇ નક્કી છે.

બંગાળનાં બારાસાતમાં યોગી આદિત્યનાથે કહ્યું કે, મમતાની સરકાર રમખાણો કરાવી રહી છે આની એક્સપાઇરી ડેટ નક્કી છે. તેઓએ જણાવ્યું કે, ટીએમસીનાં ગુંડાઓએ અમિત શાહનાં રોડ શોમાં જે હુમલો કર્યો, તે આ સરકારની અંતિમ તાબૂત બનવા જઇ રહેલ છે. તેમને મોં છુપાવવાની પણ જગ્યા નહીં મળે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here