મમતાનાં ભત્રીજાએ PM મોદીને મોકલી માનહાની નોટીસ, શું કહ્યુ જાણો

0
14

પશ્ચિમ બંગાળમાં છેલ્લા પાંચ દિવસથી તણાવભર્યુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. એક તરફ ભાજપનાં નેતા જેમા ખાસ પાર્ટી અધ્યક્ષ અમીત શાહ અને PMમોદી મમતા બેનર્જી પર વરસી રહ્યા છે, તો બીજી તરફ સીએમ મમતા પણ પૂરો જવાબ આપી રહ્યા છે. આક્ષેપોનો દૌર સતત ચાલી રહ્યો છે ત્યારે મમતા બેનર્જીનાં ભત્રીજા અભીષેક બેનર્જીએ શનિવારે વડાપ્રધાન મોદીને બંગાળમાં ડાયમંડ હાર્બરમાં એક સાર્વજનિક રેલીમાં તેમના વિરુદ્ધ કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણી માટે માનહાની નોટીસ મોકલી આપી છે.

મુખ્યમંત્રી મમતા બેનર્જીનાં ભત્રીજા અને ટીએમસી નેતા અભિષેક બેનર્જી એ પોતાના વકીલનાં માધ્યમથી PM નરેન્દ્ર મોદીને માનહાની નોટીસ મોકલી આપી છે. બે પાનાની નોટીસમાં વડાપ્રધાન મોદી પાસેથી 36 કલાકની અંદર કોઇ શરત વિના માંફીની માંગણી કરી છે અને માંફી નહી માંગવા પર યોગ્ય કાર્યવાહીનું કહેવામાં આવ્યુ છે. આ પહેલા અભિષેક બેનર્જી પર હુમલો કરતા પીએમ મોદીએ કહ્યુ હતુ કે, તે આ વખતે ચૂંટણી હારી જશે અને એક વખત પરીણામની ઘોષણા થયા બાદ તેમના કાર્યાલય પર તાળુ લગાવી દેવામાં આવશે. તેટલુ જ નહી પીએમ મોદીએ વધુમાં કહ્યુ હતુ કે, ચૂંટણી પરીણામો બાદ ભત્રીજાનું કાર્યાલય તાળુ-ચાવીમા3 સમેટાઇ જશે. મને કહેવામાં આવ્યુ છે કે ભત્રીજાનું કાર્યાલય ટીએમસીની મહાન પરંપરાને ધ્યાનમાં રાખીને શેરીઓમાં અતિક્રમણ કરીને બાંધવામાં આવ્યું છે.

ભાજપને માનહાની નોટીસ મોકલવા પર ભાજપનાં સ્ટેટ યુનિટનાં પ્રમુખ દિલીપ ઘોષે કહ્યુ કે,અમે નોટીસથી હેરાન નથી. તેમણે કહ્યુ કે, આ પ્રકારની ચાલાકી તેમને(અભિષેક) નહી બચાવી શકે. પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં સ્થિતિ અતિ ગંભીર બની છે. ત્યારે જોવાનું રહેશે 19 તારીખનાં લોકસભા ચૂંટણીનાં અંતિમ ચરણ બાદ પશ્ચિમ બંગાળની સ્થિતિમાં સુધાર આવશે કે નહી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here