મમતાની ધમકી- મોદી અમારા પર લાગેલા આરોપોને સાબિત કરે, નહીંતર હું તેમને જેલ મોકલી દઈશ

0
41

નવી દિલ્હીઃ ભાજપ અધ્યક્ષ અમિત શાહના રોડ શો દરમિયાન થયેલી હિંસા પર ભાજપ અને તૃણુમૂલમાં આરોપ-પ્રત્યારોપ જોવા મળી રહ્યાં છે. વડાપ્રધાન મોદીએ કોલકાતામાં હિંસા દરમિયાન તોડવામાં આવેલી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ બનડાવવાનો વાયદો કર્યો. વડાપ્રધાને કહ્યું કે અમે પંચધાતુની મૂર્તિ તૈયાર કરાવીશું. મોદીના નિવેદન પર પલટવાર કરતા બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, બંગાળની પાસે મૂર્તિ બનડાવવના પૈસા છે. શું મોદી 200 વર્ષ જૂની ધરોહરને પરત કરી શકે છે. મમતાએ કહ્યું કે મોદીએ અમારા પર જે આરોપ લગાવ્યાં છે તેને સાબિત કરે, નહીંતર હું તેમને જેલમાં નાખી દઈશ.

કોલકાતામાં મંગળવારે શાહની રેલી દરમિયાન થયેલી હિંસામાં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ તોડવામાં આવી હતી. હિંસા પછી શાહે પોતાનો રોડ શો પૂર્ણ કરી દીધો હતો. આ ઘટના પછી ચૂંટણી પંચે બંગાળમાં અંતિમ તબક્કાનો ચૂંટણી પ્રચાર એક દિવસ પહેલાં જ ખતમ કરવાનો નિર્ણય કર્યો હતો. સાથે જ ગૃહ વિભાગે પ્રધાન સચિવને પણ હટાવી દીધા છે.

સત્ય કહેવાથી ડરતી નથી, જેલ જવા માટે તૈયાર-મમતા

  • મમતા બેનર્જીએ મથુરાપુરમાં ચૂંટણી રેલીમાં કહ્યું કે, કાલે રાતે અમને જાણ થઈ કે ભાજપે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી,જેનાથી અમે નરેન્દ્ર મોદીની બેઠક બાદ કોઈ બેઠક કરી શક્યા ન હતા. ચૂંટણી પંચ ભાજપનો ભાઈ છે.
  • પહેલા આ એક નિષ્પક્ષ સંસ્થા હતી, હવે દેશમાં દરેક કહે છે કે ચૂંટણી પંચ ભાજપનું થઈ ગયું છે.
  • મને ખરાબ લાગી રહ્યું છે કે મારી પાસે આના સિવાય કહેવા માટે કંઈ જ નથી હું જેલમાં જવા માટે તૈયાર છું. હું સાચું કહેવાથી ડરતી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here