મમતાની મહારેલીમાં યશવંત સિન્હાએ કહ્યું- અમારા માટે મોદી મુદ્દો નથી

0
11

કોલકાતા: ટીએમસી અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજી લોકસભા ચૂંટણી પહેલાં વિપક્ષની એકજૂથતા દર્શાવવા માટે કોલકાતામાં મહારેલી કરવાના છે. રેલીમાં કોંગ્રેસ, બસપા, એનસીપી સહિત 20થી વધારે પક્ષને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. તેમાંથી 11 વિપક્ષની પાર્ટીના નેતાઓ કોલકાતા પહોંચી ગયા છે. મમતાએ આ રેલીને ભાજપ માટે લોકસભા ચૂંટણી પહેલાની ‘મોતની દસ્તક’ ગણાવી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચિઠ્ઠી લખીને આ રેલીને સમર્થન આપ્યું છે.

વડાપ્રધાન એચડી દૈવગૌડા, એનસીપી શરદ યાદવ અને પ્રફુલ્લ પટેલ, સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ, લોકતાંત્રિકક જનતા દળના નેતા શરદ યાદવ, જેએમએમ પ્રમુખ હેમંત સોરેન, અરુણાચલના પૂર્વ મુખ્યમંત્રી ગેગોંગ અપાંગ, ભાજપ સાંસદ શત્રુઘ્ન સિન્હા, રાષ્ટ્રીય લોક દળના નેતા અજીત સિંહ, ડીએમકે નેતા એમકે સ્ટાલિન અને નેશનલ કોંગ્રેસના નેતા ફારુખ અબ્દુલા કોલકાતા પહોંચી ગયા છે.

આ સિવાય કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી, આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રાબાબૂ નાયડુ પણ શુક્રવારે મોડી રાતે કોલકાતા પહોંચી ગયા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ શનિવારે કોલકાતા પહોંચે તેવી શક્યતા છે.

ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલ અને બસપાના સતીશ ચંદ્ર મિશ્રા પણ આ રેલીમાં સામેલ થવા કોલકાતા પહોંચી ગયા છે.

વિપક્ષની એકતા દર્શાવવા માટે સમર્થન – રાહુલ

રાહુલે પત્રમાં લખ્યું છે કે, સમગ્ર વિપક્ષ એક છે. હું મમતા દીને વિપક્ષની એકતા દર્શાવવા માટે સમર્થન આપુ છું. આશા છે કે, અમે બધા એક જૂથ ભારતનો શક્તિશાળી સંદેશો આપીશું. રાહુલે તેની ફેસબુક પોસ્ટમાં લખ્યું, સમગ્ર વિપક્ષ એકજૂથ છે. અમારું માનવું છે કે, સાચો રાષ્ટ્રવાદ અને વિકાસ જ લોકતંત્ર, સામાજિક ન્યાય અને ધર્મનિરપેક્ષતાના પિલરને બચાવી શકે છે. જેને ભાજપ અને મોદી બરબાદ કરવા માગે છે.

રાહુલ- સોનિયા અને માયાવતી રેલીમાં ભાગ નહીં લે

રાહુલ ગાંધી અને સોનિયા મમતાની આ રેલીમાં સામેલ થવાના નથી. જોકે કોંગ્રેસ તરફથી લોકસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે તેમાં સામેલ થઈ શકે છે. બસપા પ્રમુખ માયાવતી પણ આ રેલીમાં ભાગ લેવાના નથી. તેમની જગ્યાએ પાર્ટી નેતા અને રાજ્યસભા સાંસદ સતીશ મિશ્રા સામેલ થશે.

મમતાએ કહ્યું- એકજૂથ ભારત રેલી

મમતાએ ગુરુવારે કહ્યું કે, લોકસભા ચૂંટણીમાં સ્થાનિક પાર્ટીઓની ભૂમિકા ખૂબ મહત્વની છે. આ ‘એકજૂથ ભારત રેલી’ ભાજપના કુશાસન વિરુદ્ધ છે. લોકસભા ચૂંટણીમાં ભાજપ 125 સીટથી આગળ વધી શકી નહતી. સ્થાનિક પાર્ટીઓનું પ્રદર્શન ભાજપથી સારુ છે. લોકસભા ચૂંટણી પછી આ પાર્ટીઓ નિર્ણાયક સાબીત થશે.

ભાજપે કાર્યક્રમ આગળ વધાર્યો

ભાજપે રેલીનો ત્રણ દિવસનો કાર્યક્રમ બે દિવસ આગળ વધાર્યો છે. તે માટે બંગાળ ભાજપે અમિત શાહની બીમાર હોવાની વાત જણાવી છે. બંગાળ ભાજપ યૂનિટના અધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું- પાર્ટી અધ્યક્ષ શાહની તબિયત ખરાબ હોવાના કારણે અમે રેલીનો કાર્યક્રમ 20 જાન્યુઆરીની જગ્યાએ 22 જાન્યુઆરી નક્કી કર્યો છે. જેથી અમિત શાહ પણ આ રેલીમાં સામેલ થઈ શકે. શાહ માલદામાં થનારી પહેલી સભા સંબોધશે.

પાર્ટી લોકસભા સીટ
કોંગ્રેસ 45
TDP 15
તૃણમૂલ કોંગ્રેસ 34
NCP 7
સપા 7
જેડીએસ 2
ઝારખંડ મુક્તિ મોર્ચા 2
નેશનલ કોન્ફરન્સ 1
આરએલડી 1
દ્રુમક 0
બસપા 0
લોકતાંત્રિક જનતા દળ 0
અરુણાચલ કોંગ્રેસ 0
કુલ 14

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here