Tuesday, December 7, 2021
Homeમમતા સરકારે હેલિકોપ્ટર ન ઉતરવા દીધું, શાહ બીમાર પડ્યા અને ઝારગ્રામની રેલી...
Array

મમતા સરકારે હેલિકોપ્ટર ન ઉતરવા દીધું, શાહ બીમાર પડ્યા અને ઝારગ્રામની રેલી રદ

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીએ મંગળવારથી તેમના મિશન બંગાળની શરૂઆત કરી દીધી છે. સ્વાઈન ફ્લૂની બીમારીમાંથી બહાર આવીને પાર્ટી અધ્યક્ષ અમિત શાહે બંગાળના માલદામાં ચૂંટણી જનસભા સંબોધી હતી. અમિત શાહની આ રેલીનો બંગાળમાં ઘણો વિરોધ પણ થયો હતો. શાહની બંગાળ મુલાકાતનો આજે બીજો દિવસ હતો. આજે અમિત શાહ ઝારગ્રામમાં રેલી કરવાના હતા. પરંતુ અહીં પણ અમિત શાહના હેલિકોપ્ટરને લેન્ડિંગની મંજૂરી મળી ન હતી. આ દરમિયાન અમિત શાહ ફરી બીમાર પડ્યા હોવાથી તેમણે રેલી રદ કરી હોવાની વાત જાણવા મળી હતી. નોંધનીય છે કે, આ પહેલાં માલદામાં પણ ઘણાં વિવાદ પછી અમિત શાહને હેલિકોપ્ટર લેન્ડ કરવાની મંજૂરી મળી હતી.

ઝારગ્રામના જિલ્લા અધિકારીએ ભારતીય જનતા પાર્ટીનું હેલિકોપ્ટર લેન્ડ થવાની મંજૂરી આપી નહીં. તેના કારણે પાર્ટીના નેતાઓ આખી રાત ડીએમને મનાવતા રહ્યા હતા. મંજૂરી ન મળતાં ભાજપે ડીએમ ઓફિસર બહાર પ્રદર્શન કરવાનો નિર્ણય પણ લીધો હતો. જોકે હવે અહીં રેલી જ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા અધિકારી મહિલા હોવાના કારણે પાર્ટીએ તેમના મહિલા મોર્ચાને આગળ કર્યો હતો. મહિલા મોર્ચા તરફથી ડીએમ ઓફિસની બહાર પ્રદર્શન કરવામાં આવશે. નોંધનીય છે કે, અમિત શાહને પહેલાં માલદામાં પણ હેલિકોપ્ટર લેન્ડ કરવાની મંજૂરી આપવામાં આવી નહતી અને અંતે એક પ્રાઈવેટ હોટલના ગ્રાઉન્ડમાં હેલિકોપ્ટર લેન્ડ કરવામાં આવ્યું હતું.

શાહના મમતા સરકાર પર પ્રહાર

શાહે કહ્યું મમતાને મોદી-મોદીમાંથી નવરાશ જ નથી

મંગળવારે રેલી દરમિયાન ભાજપ અધ્યક્ષે કહ્યું કે, મોદીજીએ બંગાળને ઘણાં ફાયદા આપ્યા. મમતા દીદીનો આટલો મોટો કાર્યક્રમ થયો પરંતુ ક્યારેય ભારત માતાની જયના નારા લાગ્યા. તેમને તો મોદી-મોદીમાંથી નવરાશ જ નથી. હમણાં જ તેમણે કેટલી પાર્ટીઓના નેતાઓને બોલાવ્યા. યુપીએ સરકારે બંગાળને 1 લાખ 25 હજાર કરોડ આપ્યા. નરેન્દ્ર મોદી સરકારે 3 લાખ 85 હજાર કરોડની મદદ કરી. બંગાળની જનતાને કોઈ જ પ્રકારની મદદ નથી મળી શકતી. કારણકે તે રકમ સરકારી ઓફિસર્સ ખઈ જાય છે.

અમારી સરકાર આવશે તો એક પણ ઘૂસણખોર નહીં આવી શકે

અમારી સરકાર આવશે તો એક પણ ઘૂસણખોર બંગાળમાં નહીં ઘૂસી શકે. આ લોકો ઘૂસણખોરોનું સમર્થન કરે છે. અમે સિટિઝનશિપ બિલ લઈને આવ્યા છીએ. હવે બંગાળના અલ્પસંખ્યક હિન્દુઓને ભારત લઈને આવીશું. હું મમતા બેનરજીને પૂછુ છુ કે, તમે આ બિલને સમર્થન કરો છો કે નહીં. તેઓ નહીં કારણકે તો તેમની વોટ બેન્ક જતી રહેશે. આ વખતે ચૂંટણીમાં સિટિઝનશિપ બિલ બંગાળમાં મોટો મુદ્દો બનશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments