Tuesday, September 21, 2021
Homeમલવિંદર-શિવિંદરથી નારાજ સુપ્રીમ કોર્ટે કહ્યું- આદેશ નહીં માનો તો જેલમાં ધકેલીશું
Array

મલવિંદર-શિવિંદરથી નારાજ સુપ્રીમ કોર્ટે કહ્યું- આદેશ નહીં માનો તો જેલમાં ધકેલીશું

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે રેનબેક્સીના પૂર્વ પ્રમોટર મલવિંદર અને શિવિંદર સિંહએ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કર્યું તો તેમને જેલ માં ધકેલી દેવામાં આવશે. જાપાન ની દવા કંપની દાઈચી સૈંક્યોના 4,000 કરોડ રૂપિયા ના આર્બિટ્રેશન એવોર્ડના મામલામાં કોર્ટે આ ટિપ્પણી કરી છે. આ મામલામાં કોર્ટે શુક્રવારે મલવિંદર-શિવિંદરના જવાબ પર નારાજગી વ્યક્ત કરી છે. અગામી સુનાવણી 11 એપ્રિલે થશે.

કોર્ટે પેમેન્ટ કરવાની યોજના માંગી હતી

કોર્ટે 14 માર્ચે કહ્યું હતું કે શિવિંદર અને મલવિંદર દાઈચી સૈંક્યોને 4,000 કરોડ રૂપિયાનું પેમેન્ટ કરવાનું છે, તેની યોજના રજૂ કરવામાં આવે. તેની પર શિવિંદર-મલવિંદરે જે જવાબ આપ્યો તેનાથી કોર્ટ સંતુષ્ટ નથી. દાઈચી સૈંક્યો આ રકમના આર્બિટ્રેશન એવોર્ડને લાગુ કરવા માટે કોર્ટમાં લડી રહી છે.
સિંગાપુર ટ્રિબ્યુનલમાં તેણે 2016માં કેસ જીત્યો હતો.

દાઈચીએ 2008માં મલવિંદર-શિવિંદર સિંહ પાસેથી રેનબેક્સીને ખરીદી હતી. બાદમાં તેણે આરોપ લગાવ્યો કે સિંહ બ્રધર્સે રેનબકસી વિશે અગત્યની જાણકારીઓ છુપાવી છે. આ બાબતે તેણે સિંગાપુર ટ્રિબ્યુનલમાં ફરિયાદ કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments