મલાઇકાની નાનામાં નાની પર્સનલ વાતો જાણતા આ વ્યક્તિની ગઈ નોકરી, લાગ્યો તેને આ ડર

0
42

મલ્લાઈકા અરોરા ખાન અને અરબાજ ખાન ડિવોર્સ લઈ પોત પોતાની ઝિંદગીમાં વ્યસ્ત થઈ ચૂક્યા છે. અરબાઝ મોડેલ જ્યોર્જિયા સાથે રિલેશનશિપમાં છે. ત્યાં મલ્લાઈકા પણ અર્જૂન કપૂર સાથે અફેર કરી રહી હોવાની ચર્ચા છે. અરબાઝ અને મલ્લાઈકા તલ્લાક બાદ પણ સારા મિત્રો છે. મલ્લાઈકા વારંવાર અરબાઝ અને તેની ફેમિલીની મુલાકાત લે છે. આમ છતા મલ્લાઈકા પોતાની પર્સનલ લાઈફ વિશે કોઈ પણ પ્રકારની ઈન્ફોર્મેશન લીક નથી કરી રહી.

ત્યારે ખબરો આવી છે કે મલ્લાઈકા અર્જૂન સાથે રિલેશનશિપમાં હોવાથી તેની પર્સનલ ડિટેલ્સ લીક થઈ રહી હતી. મલ્લાઈકાને શક હતો કે તેનો ડ્રાઈવર મુકેશ પોતાના ભાઈ બબૂલને એક્ટ્રેસ સાથે જોડાયેલી વાતો લીક કરી રહ્યા હતો. અભિનેત્રીને ખ્યાલ આવી જતા તેણે ડ્રાઈવરને નોકરીમાંથી પાણીચું પકડાવી દીધું.

જણાવી દઈએ કે અરબાઝ અને મલ્લાઈકા જ્યારે રિલેશનશિપમાં હતા ત્યારે અરબાઝે મુકેશ અને બબલૂ નામના બે ડ્રાઈવરને હાયર કર્યા હતા. મુકેશ મલ્લાઈકા માટે કાર ચલાવતો હતો જ્યારે બબલૂ અરબાઝ માટે ડ્રાઈવીંગ કરતો હતો. બંન્ને અલગ થઈ ગયા પણ ડ્રાઈવરો પોત પોતાની જગ્યાએ કામ કરવા લાગ્યા. પણ હવે મલ્લાઈકા ડ્રાઈવરથી પરેશાન થઈ ચૂકી છે. તેને લાગી રહ્યું છે કે મૂકેશ પોતાના ભાઈ બબલૂને તમામ વાતો કહેતો હતો અને બબલૂ અરબાઝ સુધી વાતો પહોંચાડતો હતો.

અર્જૂન કપૂર અને મલ્લાઈકાની ખબરો જોર પર છે. જો કે બંન્નેએ પોતાના રિલેશનશિપને લઈને કોઈ પણ વાતનો ઘટસ્ફોટ નથી કર્યો. બંને આ વર્ષે જ લગ્ન કરવાના હોવાની પણ ચર્ચા છે. એવી પણ ખબરો છે કે બંને પોતપોતાની પ્રોપર્ટી પણ શોધી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here