Wednesday, December 8, 2021
Homeમલાઇની કોઇ નથી સાઇડ ઇફેક્ટ, Skin માટે છે રામબાણ
Array

મલાઇની કોઇ નથી સાઇડ ઇફેક્ટ, Skin માટે છે રામબાણ

મોટાભાગના લોકો દૂધની મલાઇને નુકસાનકારક માને છે. જેને કારણે લોકો એને દૂધમાંથી નિકાળીને ફેંકી દે છે. પરંતુ સ્કીન કેર એક્સપર્ટ અનુસાર મલાઇ નુકસાનકારક નહીં પરંતુ ફાયદાકારક છે. દૂધની મલાઇ ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે જેને ચહેરા પર લગાવવાથી ઘણા પ્રકારના ચમત્કારિક ફેરફાર જોવા મળે છે.

દૂધમાંથી નિકાળતી મલાઇને તમે સ્કીન પર ડાયરેક્ટ લગાવી શકો છો. અથવા તમે ઇચ્છો તો લીંબુનો રસ, ગુલાબજળ, દૂધ, હળદર અથવા તજ પાઉડર સાથે મિક્સ કરીને લગાવી શકો છો. એનાથી તમારી સ્કીનને વધારે ફાયદો થશે, એક્સપર્ટસનું માનીએ તો મલાઇની કોઇ સાઇડ ઇફેક્ટ્સ નથી

.

સ્કીનને જવાન બનાવવા માટે દરેક પ્રકારના એન્ટી એજિંગ ક્રિમ લગાવીને થાકી ચુક્યા છો તો હવે મલાઇનો ઉપયોગ કરીને જુઓ. મલાઇનો ઉપયોગ ફેસ પેક તરીકે અથવા સ્ક્રબ તરીકે દરરોજ કરે. આ ફ્રેશ મલાઇમાં રહેલ પ્રોટીન અને વિટામીન સ્કીન પર કરચલીઓ થતા રોકે છે. જેનાથી તમારી સ્કીન લાંબા સમય સુધી ગ્લોઇંગ રહેશે.

જ્યારે મલાઇને ફ્રેશ લીંબુના રસ સાથે ફેસ પર લગાવવામાં આવે છે તો મલાઇ ડેડ સ્કિન સેલને ફરીથી સક્રિય કરી દે છે જે ડાર્ક સ્પોટના કોરમાં મોજૂદ હોય છે. મલાઇ અને લીંબુના મિશ્રણને સ્કિન પર આરામથી લગાવો, સૂકાવવા દો અને પછી ઠંડા પાણીથી ચહેરો ધોઇ નાંખો. એના નિયમિત ઉપયોગથી ચહેરા પરના ડાર્ક સ્પોટ ખતમ થઇ જશે.

બ્યૂટી એક્સપર્ટ અનુસાર હોમમેડ મલાઇમાં મોજૂદ લેક્ટિક એસિડ ટેનિંગને દૂર કરવામાં ખૂબ જ ફાયદાકારક છે. આ સ્કીનને ડી ટેન કરે છે જેનાથી તમારી સ્કીન લાઇટ થાય છે અને સાથે તમારી સ્કીન હેલ્ધી પણ થાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments