મલાડમાં મેડિકલ સ્ટોરના ગુજરાતી માલિક પર ચાકુથી હુમલો, આરોપી ફરાર

0
51

મુંબઈ: મલાડમાં મેડિકલ સ્ટોરના ગુજરાતી માલિક પર 2 અજાણ્યા શખ્સોએ ચાકુથી હુમલો કર્યો હતો. જેમાં મેડિકલ સ્ટોરના માલિક કલ્પેશભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં હતા. હુમલાના 3 દિવસ બાદ પોલીસે FIR નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મલાડ પૂર્વમાં સુભાષ લેનમાં કૈલાશ મેડિકલ સ્ટોર ધરાવતા કલ્પેશ રમણીકલાલ વ્યાસ (ઉંમર 52) ગુરુવારે સવારે 6 વાગ્યે મેડિકલ સ્ટોરમાંથી બાઈક પર ઘરે થઈ રહ્યાં હતાં. ત્યારે વૈષ્ણોદેવી મંદિર પાસે બાઈક પર આવેલા 2 અજાણ્યા શખ્સોએ તેમના પર ચાકુથી હુમલો કર્યો હતો. જેમાં કલ્પેશભાઈને પગ અને ખંભાના ભાગે ઈજા થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મહત્વનું છે કે હુમલા બાદ દિંડોશી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરી હોવા છતાં પોલીસે રવિવારે FIR નોંધી હતી. કલ્પેશભાઈને મુંબઈના એક ડોક્ટર પર શંકા હોવાથી તેમનું નામ પણ FIRમાં દાખલ કરાવ્યું છે. હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. ઉલ્લેખનિય છે કે હુમલા બાદ કલ્પેશભાઈને ફોન પર ધમકીઓ પણ મળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here