મલ્લિકા શેરાવત ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં રેડ કાર્પેટ માટે તૈયાર, સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો

0
104

બોલિવૂડ ડેસ્ક: સમગ્ર દુનિયાનાં બેસ્ટ સિનેમાને સેલિબ્રેટ કરવા માટે દર વર્ષે યોજાતા ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં મલ્લિકા શેરાવત પણ હાજરી આપવાની છે. તે હાલ તેના રેડ કાર્પેટ વોક માટે અલગ-અલગ ડ્રેસ ટ્રાય કરી રહી છે. તે ઇટાલિયન ડિઝાઈનર ટોની વોર્ડનો ડ્રેસ પહેરવાની છે. 72મા ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’ એડિશન માટે તેણે સ્કાય બ્લુ ગાઉન પસંદ કર્યું છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરતાં લખ્યું હતું કે, ‘કાન ફિલ્મ ફેસ્ટિવલની તૈયારીઓ શરૂ.’ આ ફિલ્મ ફેસ્ટિવલ ફ્રાન્સમાં 14 મેથી શરૂ થયો છે અને 25 મેએ પૂરો થશે.

મલ્લિકા શેરાવતે 2005માં તેનું કાન ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ ડેબ્યુ કર્યું હતું. આ વર્ષે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં મલ્લિકા શેરાવતની સાથે ડાયના પેન્ટી, એશ્વર્યા રાય, સોનમ કપૂર, કંગના રનૌત, નીના ગુપ્તા, દીપિકા પાદુકોણ, હુમા કુરેશી અને હિના ખાન પણ રેડ કાર્પેટ પર વોક કરવાના છે.

કંગના રનૌત, ડાયના પેન્ટી અને હુમા કુરેશી વોડકા બ્રાન્ડ ‘Grey Goose’ને રેપ્રેઝન્ટ કરશે. જ્યારે સોનમ કપૂર, એશ્વર્યા રાય અને દીપિકા પાદુકોણ ‘Loreal’ ઇન્ડિયાને રેપ્રેઝન્ટ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here