મસૂદનાં ભાઈએ IAFની એરસ્ટ્રાઈકમાં જૈશનાં આતંકી ઠેકાણાઓ નષ્ટ થયા હોવાની કબૂલાત કરી

0
28

નેશનલ ડેસ્કઃ મૌલાના અમ્મારે 28 ફેબ્રુઆરીએ પાકિસ્તાનમાં એક કાર્યક્રમને સંબોધતા કબૂલાત કરી છે કે, ભારતીય વાયુસેનાની એરસ્ટ્રાઈકનાં કારણે બાલાકોટ સ્થિત જૈશ-એ-મોહમ્મદનાં આતંકી કેમ્પો નષ્ટ થયા છે. મૌલાના અમ્માર જૈશ-એ-મોહમ્મદની અફઘાનિસ્તાન અને કાશ્મીરમાં આતંકી પ્રવૃત્તિઓને અંજામ આપવામાં મદદ કરે છે.

આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનાં આકા મસૂદ અઝહરનાં નાના ભાઈ મૌલાના અમ્મારે ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાનમાં ઘૂસીને કરેલી સ્ટ્રાઈકની પુષ્ટી કરી છે. જેનો ઓડિયો સામે આવ્યો છે. જેમાં તે ભારતની કાર્યવાહીમાં જૈશ-એ-મોહમ્મદનાં ઠેકાણાંના નષ્ટ થયાનાં રોદણાં રડી રહ્યો હતો. આ પહેલાં પાકિસ્તાન સરકારે ભારતીય વાયુસેનાની કાર્યવાહીમાં કોઈ પણ પ્રકારનું નુકસાન ન થયું હોવાની વાત કરી હતી.
આ ઓડિયો 28મી ફેબ્રુઆરીનો છે. જેમાં મૌલાના અમ્મારે  એક કાર્યક્રમને સંબોધિત કરતા ભારતીય વાયુસેનાની એરસ્ટ્રાઈકમાં બાલાકોટમાં આવેલાં  જૈશ-એ-મોહમ્મદનાં આતંકી કેમ્પોને નુકસાન થયાની વાત કરે છે. મૌલાના અમ્માર અફઘાનિસ્તાન અને કાશ્મીરમાં આતંકી પ્રવૃત્તિઓને અંજામ આપવામાં મદદ કરે છે. પાકિસ્તાનનાં વરિષ્ઠ પત્રકાર તાહા સિદ્દીકીએ આ ઓડિયો ટ્વિટર પર પોસ્ટ કર્યો હતો. આ ઓડિયો સોશયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
આ પહેલાં પાકિસ્તાનનાં વિદેશ મંત્રી મહમૂદ કુરૈશીએ જૈશ-એ-મોહમ્મદનાં આકા મસૂદ અઝહર પાકિસ્તાનમાં હોવાની વાતને કબૂલી હતી. મસૂદ અઝહર અંગે પાકિસ્તાન પર  ભારત સહિત ઘણા દેશોમાં જોરદાર દબાણ છે. સંયુક્ત રાષ્ટ્રમાં મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવા માટે પ્રસ્તાવ પણ લાવવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here