Thursday, September 23, 2021
Homeમસૂદ અઝહર પર ચીની રાજદૂતે કહ્યું- ભારતની ચિંતાઓને સમજીએ છીએ, જલદી આવશે...
Array

મસૂદ અઝહર પર ચીની રાજદૂતે કહ્યું- ભારતની ચિંતાઓને સમજીએ છીએ, જલદી આવશે ઉકેલ

નવી દિલ્હી: ચીનના રાજદૂત લુઓ ઝાહુઈએ રવિવારે વિશ્વાસ અપાવ્યો છે કે, યુએનમાં મસૂદ અઝહરનો ઝડપથી ઉકેલ લાવશે. તેમણે કહ્યું છે કે, અમે મસૂદને લઈને ભારતની ચિંતાઓ સમજી શકીએ છીએ. આ કેસના હાલ ટેક્નિકલ હોલ્ડ પર રાખવામાં આવ્યો છે. આ પહેલાં ચીને વીટો પાવરનો ઉપયોગ કરીને ફ્રાન્સ, બ્રિટન અને અમેરિકાના તે પ્રસ્તાવ પર પ્રતિબંધ લગાવી દીધો હતો જેમાં જૈશ-એ-મોહમ્મદના મુખિયા મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાની માંગણી કરવામાં આવી હતી.

ચીની દૂતાવાસમાં રવિવારે હોળી મિલન સમારોહ રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન ચીનના રાજદૂતે કહ્યું કે, મસૂદ અઝહર મામલે વાતચીત કરવામાં આવી રહી છે. મારો વિશ્વાસ રાખો. આ કેસનો ટૂંક સમયમાં ઉકેલ આવી જશે. ગયા વર્ષે વુહાન સંમેલન પછી બંને દેશોનો વિકાસ યોગ્ય દિશામાં આગળ વધ્યો છે. અમે આ સહયોગથી સંતુષ્ટ છીએ અને ભવિષ્યને લઈને આશાવાદી છીએ.

મસૂજ અઝહર મામલે ચીને કહ્યું છે કે, તેઓ પુરાવા વગર કાર્યવાહીના વિરોધી છીએ. તે વિશે અમેરિકાએ ચીનને ભલામણ કરી છે કે, તેઓ સમજદારીથી કામ લે. કારણકે ભારત-પાકિસ્તાનમાં શાંતિ માટે મસૂદને વૈશ્વિક આતંકી જાહેર કરવો જરૂરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments