Monday, October 18, 2021
Homeમસૂદ અઝહર મુદ્દે ચીનનું અક્કડ વલણ,વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના સંબંધમાં કોઇ આશ્વાસન...
Array

મસૂદ અઝહર મુદ્દે ચીનનું અક્કડ વલણ,વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના સંબંધમાં કોઇ આશ્વાસન નહીં

બીજિંગઃ ચીને પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા માટે અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં લાવવામાં આવેલા નવા પ્રસ્તાવ પર પોતાના વલણ અંગે બુધવારે કોઇ આશ્વાસન આપવાનો ઇન્કાર કરી દીધો છે. પાકિસ્તાનના મિત્ર ચીને 1267 સમિતિ દ્વારા અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા માટે પહેલાં ભારત દ્વારા બાદમાં અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ દ્વારા ઉઠાવેલા પગલાંમાં અવરોધ ઉભો કર્યો છે.

વૈશ્વિક આતંકીની જાહેરાત મુદ્દે જૂનો રાગ
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લુ કાંગને અહીં પ્રેસ બ્રીફિંગમાં પૂછવામાં આવ્યું કે, શું ચીન જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેરાત કરવાની કાર્યવાહીમાં અવરોધ ઉભા કરશે? તો તેઓએ જૂનો રાગ જ શરૂ કર્યો.
વૈશ્વિક આતંકવાદીની યાદીમાં મુક્યા બાદ અઝહરની વૈશ્વિક યાત્રા પર પ્રતિબંધ લાગશે, સંપત્તિ અને હથિયાર સંબંધિત પ્રતિબંધો પણ લગાવવામાં આવશે.
પ્રવક્તાએ કહ્યું કે, અમે અગાઉ પણ અનેક પ્રસંગોએ કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની 1267 સમિતિ દ્વારા આતંકવાદી સંગઠનો અથવા વ્યક્તિઓને સૂચિબદ્ધ કરવાના સ્પષ્ટ નિયમ અને પ્રાસંગિક પ્રક્રિયા છે. ચીન જવાબદાર વલણ અપનાવશે અને સુરક્ષા પરિષદની પ્રાસંગિક પ્રતિબંધ સમિતિઓ ઉપરાંત અને અન્ય સહાયક એકમોની ચર્ચામાં ભાગ લેશે.
ભારત-ચીન વચ્ચે મતભેદનું મુખ્ય કારણ
અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં ઉઠાવવામાં આવેલા પગલાં ચીન દ્વારા સતત અવરોધો ઉભા કરવા ભારત અને ચીન વચ્ચેના મતભેદનું મુખ્ય કારણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગની વચ્ચે વુહાન સમારંભ બાદ ભારત-ચીનના સંબંધોમાં આવેલા બદલાવને ધ્યાનમાં રાખીને આ વખતે ચીનના અક્કડ વલણ પર વિશ્વની નજર છે.
ચીને પુલવામા આતંકી હુમલા બાદ ઘણું કડક વલણ અપનાવ્યું છે. આ હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા. ચીને પુલવામા હુમલા માટે જૈશ-એ-મોહમ્મદની નિંદા કરનારા સિક્યોરિટી કાઉન્સિલના નિવેદનનું સમર્થન કર્યુ છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments