Wednesday, September 22, 2021
Homeમહાગઠબંધન શત્રુઘ્નસિંહા ને આપી શકે પટના સાહિબ બેઠક થી ટિકિટ
Array

મહાગઠબંધન શત્રુઘ્નસિંહા ને આપી શકે પટના સાહિબ બેઠક થી ટિકિટ

ભાજપના બળવાખોર સાંસદ શત્રુઘ્નસિંહાની ટિકિટ બિહારના પટના સાહિબથી કાપવામાં આવી છે. ત્યારે મહાગઠબંધન શત્રુઘ્નસિંહાને પટના સાહિબ બેઠકથી ટિકિટ આપી શકે છે. પટના સાહિબથી ભાજપે રવિશંકર પ્રસાદને ટિકિટ આપ્યા બાદ શત્રુઘ્નસિંહા હાલમાં મૌન ધારણ કરીને બેઠા છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે સિંહાને પટના સાહિબથી આરજેડી ટિકિટ આપી શકે છે. આજે બિહારમાં મહાગઠબંધનની બેઠકની વહેંચણી થવાની છે. જેથી એવુ પણ અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે કે, સિંહાને આરજેડી પટના સાહિબથી ટિકિટ આપી શકે છે. જ્યારે સિંહા પર અંતિમ નિર્ણય આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ લઈ શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments