Tuesday, December 7, 2021
Homeમહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર વડાપ્રધાન સહિત આ દિગ્ગજોએ આપી શ્રદ્ધાંજલિ
Array

મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર વડાપ્રધાન સહિત આ દિગ્ગજોએ આપી શ્રદ્ધાંજલિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજઘાટ પર મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

પીએમ મોદી ઉપરાત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપ રાષ્ટ્રપતિ વૈકેંયા નાયડુ, સંરક્ષણ પ્રધાન નિર્માલા સીતારમન અને સેનાની ત્રણેય પાખના વડાઓએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજઘાટ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નિર્વાણ દિવસ નિમિતે પુષ્પાજલિ અર્પણ કરી. રાહુલ ગાંધી સાથે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ પણ રાજઘાટ પહોંચ્યા હતા. રાજઘાટ પર કોંગ્રેસના અન્ય નેતાઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને તેમણે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments