મહારાષ્ટ્રમાં SP રેન્કના અધિકારીને અપહરણ કેસમાં આજીવન કેદ, ખંડણીમાં 25 લાખ રૂપિયા માંગ્યા હતા

0
32

જલગાંવઃ મહારાષ્ટ્રની એક કોર્ટે 2009માં એક અપહરણ અને વસુલાત મામલામાં પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ (એસપી) રેંકના મનોજ લોહાર અને તેના અન્ય એક સાથીને ઉમરકેદની સજા સંભળાવી છે. હાલ મનોજ હોમગાર્ડ ડિપાર્ટમેન્ટમાં વરિષ્ઠ વહીવટી અધિકારી હતો. મનોજનો સાથી ધીરજ યાવલે મનોજનો સગો જ હતો.

બન્ને આરોપીને પર 5-5 હજારનો દંડ
  • કોર્ટનાં જજ પીવાય લાડેકરે મામલાની સુનાવણી કરતા બન્નેને ઉમરકેદની સજાની સાથો સાથ 5-5 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
  • લોહાર 2009માં જલગાંવ જિલ્લાનાં ચાલીસગાંવમાં પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ રહી ચુક્યો છે. ફરજ દરમિયાન જ તેની પર જિલ્લા પરિષદ સભ્ય ઉત્તમ મહારાજનું અપહરણ કરવાનો અને 25 લાખ રૂપિયાની ખંડણી માંગવાનો આરોપ હતો.
  • સબઈન્સપેક્ટર વિશ્વરાવ નિંબાલકરે મહાજનનું અપહરણ કર્યુ હતુ. 30 જૂન 2009ના રોજ તે મહાજનને લઈને લોહારની ઓફિસે ગયો હતો.
  • લોહારે તેની ઓફિસમાં બે સાથીઓની મદદથી ઉત્તમ મહાજનને બંધી બનાવીને રાખ્યા હતા. આ તમામે મહાજનને ધમકાવતા કહ્યું કે, જો તે ખંડણીની રકમ નહિ આપે તો તેના ખોટા કામોને જાહેર કરી દેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here