મહારાષ્ટ્ર / ફડણવીસ સરકારનું બીજુ મંત્રીમંડળ વિસ્તરણ, કોંગ્રેસ છોડનારા વિખે પાટિલ સહિત 13 નવા મંત્રીઓ બન્યા

0
38

 • CN24NEWS-16/06/2019
 • NCPમાંથી શિવસેનામાં જોડાયેલા જયદત્તને પણ મંત્રી બનાવાયા
 • બીજા મંત્રીમંડળ વિસ્તારમાં 13 નવા મંત્રીઓએ શપથ લીધા

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ રવિવારે પોતાના મંત્રીમંડળનું બીજી વખત વિસ્તરણ કરશે. રાજ્યમાં વધુમાં વધુ 42 મંત્રી બની શકે છે, હાલ 38 મંત્રી છે. માનવામાં આવે છે કે જે 4 પદ વધ્યાં છે તેના પર ભાજપ પોતાના સહયોગી પક્ષોને તક આપશે. જેથી ઓક્ટોબર-નવેમ્બરમાં થનારી વિધાનસભા ચૂંટણીમાં ગઠબંધન વધુ મજબૂત બની શકે. કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયેલા શિરડીના ધારાસભ્ય રાધાકૃષ્ણ વિખે પાટીલે કેબિનેટ મંત્રી પદના શપથ લીધા. આ ઉપરાંત રાકાંપામાંથી શિવસેનામાં સામેલ થયેલા જયદત્ત ક્ષીરને પણ મંત્રી બનાવાયા છે.

ભાજપના 6 નેતાઓને કેબિનેટ અને 4ને રાજ્યમંત્રી બનાવવાયા છે. સાથે જ શિવસેનાના ક્વોટામાંથી 2ને કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. RPIના ક્વોટામાંથી એક રાજ્યમંત્રીને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા છે. ભાજપે આ વિસ્તારમાં અંદાજે 4 મહિના પછી (ઓક્ટોબર-નવેમ્બર)માં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા સાથી દળોને ખુશ કરવાના પ્રયાસ કર્યા.

કેબિનેટ મંત્રી

 • રાધાકૃષ્ણ વિખે પાટીલ – બે દિવસ પહેલા જ કોંગ્રેસ છોડી, પહેલા વિપક્ષી નેતા હતા
 • જયદત્ત ક્ષીર – NCP છોડીને શિવસેનામાં જોડાયા હતા
 • આશીષ શેલર – બાંદ્રા પશ્વિમથી ભાજપ ધારાસભ્ય
 • સંજય શ્રીરામ કુટે – જલગામ(જમોડ)થી ભાજપના ધારાસભ્ય
 • સુરેશ ખાડે – મિરાજથી ભાજપના ધારાસભ્ય
 • અનિલ બોંડે- મોર્શીથી ભાજપના ધારાસભ્ય
 • અશોક રામજી ઉઈકે- રાલેગામથી શિવસેના ધારાસભ્ય
 • તાનાજી સાવંત – NCP છોડીને શિવસેનામાં આવ્યા

રાજ્યમંત્રી

 • યોગેશ સાગર- ચરકોપથી ભાજપના ધારાસભ્ય
 • અવિનાશ મહાતેકર – રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (આરપીઆઈ)ના નેતા
 • બાલા ભાગડે – પુણે ભાજપ અધ્યક્ષ અને ધારાસભ્ય
 • ડો. પરિણય રમેશ ફુકે – ભંડારા-ગોંદિયાથી વિધાન પરિષદના સભ્ય અને ભાજપ નેતા
 • અતુલ મોરેશ્વર સવાઈ – ઔરંગાબાદ પૂર્વથી ભાજપના ધારાસભ્ય

ફડણવીસ સરકારમાં પહેલી વખત વિસ્તરણ જૂન 2016માં થયું હતું. બીજા મંત્રીમંડળના વિસ્તરણ પર ચર્ચા માટે ફડણવીસે શુક્રવારે મોડી રાત્રે શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી. જે બાદ ફડણવીસે ટ્વીટ કરી તે અંગેની જાણકારી આપી હતી. ચર્ચા છે કે શિવસેનાના વરિષ્ઠ મંત્રી સુભાષ દેસાઈને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવી શકે છે. જો કે તેના માટે શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે જ અંતિમ નિર્ણય લેશે.
ફડણવીસ સરકારમાં મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા સુધીર મુંગંટીવારે બુધવારે કહ્યું હતું કે મોનસૂન સત્રની શરૂઆત પહેલાં શિવસેના અને અન્ય સાથી પક્ષોને તેમની આશા મુજબ પદ આપવામાં આવશે. એવામાં મંત્રીમંડળના વિસ્તરણને વ્યવહારિક ઓછું અને રાજનીતિક જરૂરિયાતથી વધુ હોવાનું માનવામાં આવે છે.

હાલ મહારાષ્ટ્રમાં 38 મંત્રીઃ મહારાષ્ટ્ર સરકારમાં વધુમાં વધુ 42 મંત્રી બની શકે છે, હાલ રાજ્યમાં 38 મંત્રી છે. કેબિનેટ વિસ્તારણનું કામ લાંબા સમયથી અટકેલું છે. પ્રદેશની 288 વિધાનસભા સીટમાંથી ભાજપની પાસે સૌથી વધુ 122, શિવસેનાની પાસે 63, કોંગ્રેસના ખાતામાં 42 અને NCPની પાસે 41 સીટ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here