મહારાષ્ટ્ર : ભારે વરસાદના કારણે ઠાણેમાં દિવાલ ધરાશાયી, 2નાં મોત

0
17

મહારાષ્ટ્રમાં ભારે વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. ભારે વરસાદના કારણે ઠાણેના કલવા વિસ્તારમાં દિવાલ ધરાશયી થઇ છે. આ દૂર્ઘટનામાં બે લોકોનાં મોત નિપજ્યાં છે, જ્યારે અન્ય 19 લોકો ફસાયાં હતા. જેને રેસ્કયું દ્વારા બહાર કાઢવામાં આવ્યાં હતા.દૂર્ઘટના સ્થળ પર તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત છે અને બચાવ અને રાહત કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં મલાડ વિસ્તારમાં આવી એક ભયાનક દૂર્ઘટના જોવા મળી હતી જેમાં 31 લોકોનાં મોત થયા હતા.

મુંબઇના મલાડ ઇસ્ટના પિંપરીપાડામાં ભારે વરસાદના કારણે દિવાલ ધરાશયી થઇ હતી. 100 વર્ષ જૂની આ બિલ્ડીંગ 2 જૂલાઇના રોજ પડી હતી. સંપૂર્ણ રીતે જર્જરિત થઇ ગયેલા આ બિલ્ડિંગમાં 8થી 10 પરિવારના લોકો રહેતા હતા. આ બિલ્ડિંગને લઇને 7 વર્ષ પૂર્વે 2012માં NOC આપવામાં આવી હતી. MHADA અનુસાર આ બિલ્ડિંગ જર્જરિત બિલ્ડીંગની યાદીમાં સામેલ નહોતું.

આમ મહારાષ્ટ્રના ઠાણેના કલવામાં ગઇકાલે રાતે ભૂસ્ખલનના કારણે દિવાલ પડી જવાથી બે લોકોનાં મોત થયા છે, જ્યારે અન્ય ઘાયલ થયા છે.  આ પહેલા રવિવારે મુંબઇના જેજે હોસ્પિટલ પાસે મૌલાના શૌકત અલી રોડ પર અંદાજે 4 વાગ્યાની આસપાસ વિલાસ બિલ્ડીંગની છત ધરાશયી થઇ હતી જેમાં એક વ્યકિતને ઇજા પહોંચી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here