Wednesday, December 8, 2021
Homeમહારેલીમાં મમતાએ અખિલેશને કહ્યું- તમે યુપીથી BJPને હટાવો, અમે બંગાળથી હટાવીશુ
Array

મહારેલીમાં મમતાએ અખિલેશને કહ્યું- તમે યુપીથી BJPને હટાવો, અમે બંગાળથી હટાવીશુ

કોલકાતા: ટીએમસી અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજી લોકસભા ચૂંટણી પહેલાં વિપક્ષની એકજૂથતા દર્શાવવા માટે કોલકાતામાં મહારેલી કરવામાં આવી છે. તેમાં કોંગ્રેસ, બસપા, એનસીપી સહિત 13 પાર્ટીઓના નેતા મંચ પર છે. અહીં યશંવત સિન્હાએ કહ્યું હતું કે, મોદી અમારા માટે મુદ્દો નથી. દેશના મુદ્દાઓ જ અમારા મુદ્દા છે. તેથી તમે પણ મોદીને મુદ્દો ન બનાવશો. આ પહેલી સરકાર છે કે જે આંકડાઓ સાથે ચેડા કરે છે. ભાજપે દેશની દરેક સંસ્થાને બરબાદ કરી છે. દેશમાં આર્થિક વ્યવસ્થા નબળી પડી રહી છે.

સિન્હાએ કહ્યું કે, મંચ પર ઉપસ્થિત તમામ દિગ્ગજ નેતાઓને વિનંતી છે કે મારે કંઈ નથી જોઈતુ. આ સરકારને બહાર કરવી એ જ મારૂ લક્ષ્ય છે. આ માટે ભાજપના ઉમેદવારો સામે આપણો એક ઉમેદવારનું ઊભા રહેવુ જરૂરી છે. જો આવુ થયુ તો ભાજપને સફાયો નક્કી છે.

વિપક્ષે કહ્યું – હવે ભાજપનો સફાયો કરવો પડશે

– ગુજરાતનાં કોંગ્રેસ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ કહ્યું કે, વિપક્ષનું એકજૂથ થવાનો સંદેશ છે. 2019માં ભાજપને સત્તા પરથી હટાવવાનો પડકાર છે. ત્યાજ ઝારખંડ મુક્તિ મોર્ચાનાં હેમંત સોરેને કહ્યું કે સાંપ્રદાયિક શક્તિઓને વિસ્તારનાં દળો જવાબ આપશે. મમતા આ રેલીમાં ભાજપ માટે મોતની દસ્તક ગણાવી ચુક્યા છે.

– રાષ્ટ્રીય લોક દળના નેતા જયંતિ ચૌધરીએ કહ્યું કે, અમે સાથે ઊભા રહેશું, સાથે લડીશુ અને ભાજપના શાસનને વખોડી નાખીશું

– અરુણાચલ પ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી ગેગાંગ અપાંગે કહ્યું કે, દેશનાં લોકતંત્રને બચાવવાની જરૂર છે. હું અહી મમતા બહેનનાં હાથને મજબૂત કરવા માટે આવ્યો છું.

– હેમંત સોરેનને કહ્યું કે, ભાજપની આ સરકારમાં દલિતો અને આદિવાસીઓનું શોષણ થઈ રહ્યું છે. આ માટે તમામ દળોએ એકઠા થઈને જવાબ આપવો પડશે.

– હાર્દિક પટેલે જણાવ્યુ કે હું દાવા સાથે કહી શકુ છું કે આ પગલુ ક્રાંતિ લાવશે,જેની કોઈએ કલ્પના પણ નહિ કરી હોય

– કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે અમે એક થઈને નવા ભારતનું નિર્માણ કરીશુ. જેના માટે ભાજપને સત્તા પરથી હટાવવી પડશે. જનતાને હવે મોદી સરકાર નથી જોઈતી, અમારે જનતાનાં આ સપનાને સાકાર કરવાનું છે.

– પૂર્વ કેન્દ્રીય મંત્રી અરુણ શૌરીએ કહ્યું કે ભાજપને હટાવવા માટે હવે અર્જુનની જેમ લક્ષ્ય રાખવુ પડશે.

– નેશનલ કોન્ફ્રેંસ ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે આ વર્ષે નવું શાસન બનશે, જે સૌને સાથે લઈને ચાલશે. જે તમામ સંસ્થાઓનો આદર કરશે. આજે દેશનાં દરેક ખૂણે આગ લગાવાઈ છે. જેને હોલવવા માટે આપણે એકઠા થવુ પડશે.

– લોકતાંત્રિક જનતા દળનાં નેતા શરદ યાદવે કહ્યું , દેશ સંકટમાં છે, ખેડૂતો તબાહ થઈ રહ્યા છે. દેશનો યુવાવર્ગ પણ બરબાદ થઈ રહ્યો છે. દુકાનદારોનો ધંધાઓ પણ GSTનાં કારણે ખતમ થઈ રહ્યા છે. હવે મોદી સરકારને હટાવવાનો જ આપણો ધ્યેય હોવો જોઈએ.

– DMKનાં પ્રમુખ સ્ટાલિને આ રેલીને તમિલમાં સંબોધી હતી. જેમા તેમણે મોદી સરકારની ટીકા કરી હતી. આ સાથે જ સ્ટાલિને “મોદી હટાવો , દેશ બચાવો”ના નારા લગાવ્યા હતા.

રાફેલ જેવુ કૌભાંડ કોઈ સરકારમાં થયુ નથી

અરુણ શૌરીએ કહ્યું કે રાફેલ જેવો ગોટાળો કોઈ સરકારમાં થયો નથી. આવા જુઠ્ઠાણા વાળી સરકાર ક્યારેય નથી આવી, ગુજરાતમાં વિપક્ષ એક થઈને લડી હોત તો આજે મોદી સરકાર સત્તામાં ન હોત. જો કે હવે મોદી અને શાહ પર જનતાનો વિશ્વાસ નથી રહ્યો. મોદી પણ સમજી ગયા છે કે સત્તા પરની તેમની પકડ હવે નબળી થઈ ગઈ છે.

આ લડાઈ લોકતંત્રને બચાવાની છે

BJPનાં દિગ્ગજ નેતાએ કહ્યું સવાલ એક વ્યક્તિને હટાવવાનો નથી, વિચારોનો છે. મોદી સરકાર તમામ લોકતાંત્રિક વ્યવસ્થાને ખતમ કરવામાં લાગી ગઈ છે. મોદીને મુદ્દો ન બનાવો, મુદ્દાને મુદ્દો બનાવો. આ લડાઈ લોકતંત્રને બચાવવા માટેની છે. કાશ્મીરની સમસ્યાનું સમાધાન પણ ગોળીથી નહિ, બોલીથી જ થશે. મને પાકિસ્તાની એજન્ટ પણ કહેવામાં આવ્યો હતો. મોદી સરકારે સૌનો સાથ તો લીધો પણ વિકાસનાં નામે સૌનો વિનાશ જ કર્યો છે.

બંધારણને ખતમ કરવાના પ્રયાસ થઈ રહ્યા છે

જીગ્નેશ મેવાણીએ કહ્યું કે, દેશ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. દેશમાં ખેડૂતો , મજૂરો અને દલિતોનું શોષણ જ થઈ રહ્યુ છે. બંધારણને ખતમ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. દેશને બચાવવા માટે વિપક્ષે એકજૂથ થવુ પડશે. તો આ સાથે હાર્દિક પટેલે કહ્યું કે, સુભાષ ચંદ્ર બાબુ ગોરાઓ સાથે લડ્યા હતા, આપણે ચોરો સાથે લડીશુ.

14 દળો એકજૂથ થયા

પાર્ટી લોકસભા સીટ
કોંગ્રેસ 45
TDP 15
તૃણમૂલ કોંગ્રેસ 34
NCP 7
સપા 7
જેડીએસ 2
ઝારખંડ મુક્તિ મોર્ચા 2
નેશનલ કોન્ફરન્સ 1
આરએલડી 1
દ્રુમક 0
બસપા 0
લોકતાંત્રિક જનતા દળ 0
અરુણાચલ કોંગ્રેસ 0
કુલ 14
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments